લાયન્સ કલબ પોરબંદર દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 25-02-2024 રવિવારના રોજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને દસ દસ ખેલાડી સાથે બે ટીમ માં વિભાજીત કરવામાં આવેલ જેમાં ટીમ A કેપ્ટન લાયન આશિષભાઈ પંડ્યા તથા ટીમ B કેપ્ટન લાયન તેજસ લાખાણીના નેજા હેઠળ દસ દસ ઓવર ની મેચ રમાડવામાં આવેલ હતી.
મેચ ખૂબ રસપ્રદ રહ્યો હતો.પ્રથમ દાવ લઈ ટીમ A ના કેપ્ટન લાયન આશિષભાઈ પંડ્યાની ટીમ દ્વારા દસ ઓવરમાં બનાવેલ રનનો ટારગેટ ટીમ B કેપ્ટન લાયન તેજસ લાખાણીની ટીમને જીતવા માટે આપવામાં આવેલ ટાર્ગેટને B ટીમ દ્વારા નિર્ધારિત દસ ઓવરમાં પૂર્ણ કરી ના શકતા, ટીમ A વિજેતા બનેલ હતી.
ઉત્કૃષ્ટ દેખાવ બદલ ખેલાડીઓને શિલ્ડ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં બેસ્ટ બેટ્સમેન,બેસ્ટ બોલર ,બેસ્ટ ફિલ્ડર ને મેડલ તથા વિજેતા ટીમના કેપ્ટન લાયન આશિષભાઈ પંડ્યાને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેવા આપનાર કૉમેન્ટ્રેટર લાયન હરદત્તપુરી ગોસ્વામી તથા સ્કોરર લાયન ઉમેશભાઈ ગજ્જરને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.
નાના બાળકો તેમજ લાયન પરિવારની બહેનો પણ આ બોક્સ ક્રિકેટમાં બેટિંગ બોલિંગ કરી રમતનો આનંદ ઉઠાવ્યો હતો.
લાયન્સ કલબ પોરબંદરના ડિસ્ટ્રિકટ ગવર્નર લાયન હિરલ બા જાડેજાના આશીર્વાદ તેમજ પ્રેસિડેન્ટ લાયન
કમિટી ચેરમેન લાયન હિતેશ પોપટ સાથે રહ્યા હતા ..પ્રમુખ ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સમગ્ર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું મેનેજમેન્ટ લાયન અજય દત્તાણી દ્વારા કરવામાં આવેલ હતું.
ટુર્નામેન્ટના અંતે તમામ લાયન મિત્રો તથા પરિવાર જનો સાથે ચા પાણી સહિત નાસ્તાની મોજ માણી હતી.
આ કાર્યક્રમમાં District Governor MJF હિરલબા જાડેજા એ આશીર્વાદ પાઠવ્યા હતા…અને લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી, ડિસ્ટ્રિકટ ટ્રેઝરર લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન વ્રજલાલ સામાણી તેમજ લાયન સુભાષ ઠકરાર,ઝોન ચેરમેન લાયન પંકજ ચંદારાણા, ડીસ્ટ્રીક્ટ pro રાજેશ લખાણી તથા તમામ લાયન મિત્રો પરિવાર સહિત ઉપસ્થિત રહેલ
આજના યુગમાં, જ્યારે આપણે અમારો મોટાભાગનો સમય અભ્યાસ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને અમારો મોટાભાગનો સમય ઑનલાઇન વિતાવવાનું પણ પસંદ કરીએ છીએ, ત્યારે આપણા જીવનમાં રમતોનું મહત્વ અનેકગણું વધી જાય છે. રમતગમત આપણા માટે માત્ર મનોરંજનનું સાધન નથી, પણ આપણા સર્વાંગી વિકાસનું સાધન પણ છે. રમતગમતનું આપણા જીવનમાં શિક્ષણ જેટલું જ મહત્વ છે.આ રમતની ખાસિયત એ છે કે તે તમારી માનસિક ક્ષમતામાં વધારો કરે છે પણ તમને શારીરિક રીતે પણ ફિટ રાખે છે. આ રમત બાળકો માટે સરસ છે, તે તેમને શારીરિક રીતે સક્રિય રાખે છે.
આજના યુગમાં માનવીના જીવનમાં શારીરિક કાર્યની સરખામણીમાં માનસિક કાર્ય વધી ગયું છે અને તેના કારણે આપણી જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે, આપણે રાત્રે મોડે સુધી સૂઈએ છીએ અને સવારે મોડે સુધી જાગીએ છીએ. એવા સમયમાં લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સભ્યોમાં આત્મીયતા તથા પરિવારની ભાવનામાં વધારો થાય એવા ઉમદા હેતુથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી એક મિશાલ રજૂ કરી હતી.