પોરબંદર માં “અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકાયું

પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તારીખ: 21.4.2023 ના રોજ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા તથા શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આયોજિત અજંતાનો કલા વૈભવ ચિત્ર પ્રદર્શન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકાયું.

આ પ્રદર્શનમાં સ્વામિનારાયણ ગુરુકુળ છાયાના ભાનુપ્રકાશ શાસ્ત્રીજી સુપ્રસિદ્ધ સાહિત્યકાર તથા ઇતિહાસ વિદ્ નરોત્તમભાઈ પલાણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન. જિલ્લા સંચાલક જી શ્રી વિનોદભાઈ કોટિયા, એડિ. કલેક્ટર રેખાબા સરવૈયા, મેર મણીયારો રાસના પ્રણેતા રાણાભાઇ સીડા, ઓર્થોપેડિક સર્જન ઉર્વીશ મલકાણ સાહેબ સાંદિપનીથી પધારેલા જોશીજી અને મોઢાજી તેમજ અમુલભાઈ પરમાર – અધ્યક્ષ શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન ભાવનગર અને પોરબંદરનાં કલા રસિક નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
કાર્યક્રમનો શુભારંભ નૃત્યવિદ્યાના સંયોજક કુમારી ગોપી જોષીના ગણપતિ વંદનાના ભરતનાટ્યમ નૃત્ય દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધન સંસ્કારભારતી-પોરબંદર જિલ્લાના અધ્યક્ષ ડૉ. સનત જોષી દ્વારા કરવામાં આવ્યું.
ત્યારબાદ પૂજ્ય ભાનુપ્રકાશ શાસ્ત્રીજી એ સમગ્ર પાઠ્યપુસ્તકોમાં શરૂઆતમાં આવેલા પ્રતિજ્ઞાપત્રમાંની એક લીટિનો ઉલ્લેખ કરી અને ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે એમ જણાવી અને કલાનું જતન કરવા અનુરોધ કર્યો હતો

પુરાતત્ત્વવિદ્ નરોત્તમ પલાણે બુદ્ધ ભગવાનના જીવન પર તથા અજંતાના ચિત્રોનો ભવ્ય ગૌરવશાળી ઇતિહાસ રજૂ કરીને, આવનારી પેઢીને ખૂબ જ ગૌરવ થાય તેવી વાત કરેલ. રેખાબા સરવૈયાએ જણાવેલ કે દરેક ઓફિસમાં દરેક ઘરમાં એક પેઇન્ટિંગ હોવું જોઈએ.આ આ પ્રદર્શનના ચિત્ર સર્જક ભાવનગર થી પધારેલા બધા જ ચિત્રકારોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
આ ચિત્ર પ્રદર્શન નિહાળવા પોરબંદર સીટી ડી.વાય. એસ. પી. નીલમબેન ગોસ્વામીએ પ્રદર્શન નિહાળીને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી


સમગ્ર ચિત્ર પ્રદર્શનને સફળ બનાવવા માટે ચિત્રકાર કરસન ઓડેદરા સંયોજક ચિત્રવિદ્યા સંસ્કાર ભારતી તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલીયા, કમલ ગોસ્વામી શૈલેષ પરમાર, દિનેશ પોરીયા, ધારા જોશી, સમીર ઓડેદરાએ જહેમત ઉઠાવી હતી.
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાયાનગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા તથા ચીફ ઓફિસર એ સૌ ચિત્રકારો ને અભિનંદન પાઠવેલ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કાર ભારતીના કોષાધ્યક્ષ અને સુજ્ઞ કવિ જય પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!