Watch “પોરબંદર આવાસ યોજના વિસ્તારમાં 10 દિવસ થી પાણી માટે ટળવડતા લોકો” on YouTube

અહેવાલ નિમેષ ગોંડલીયા
9033220164

કાળજાળ ઉનાળામાં પાણીની વિકરાળ સમસ્યા સર્જાઈ

મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકા કચેરીએ દોડી ગઈ

કોંગ્રેસ ના આગેવાનો એ પણ કરી ઉગ્ર રજુઆત

ઉનાળામાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે પોરબંદરના આવાસ યોજના વિસ્તારમાંપણ છેલ્લા દસ દિવસથી પાણીના આવતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે આજે પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ તથા કોંગ્રેસ આગેવાનોએ ઘેરાવ કર્યો  હતો અને તાત્કાલિક પાણી આપવામાં માંગ કરી હતી.

આવાસ યોજના માં છેલા 10 દિવસથી નથી આવ્યું પાણી

પોરબંદર બોખીરા આવાસ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી નથી આવ્યું ત્યારે મહિલાઓ ઋષિ ભરાઈ હતી અને 30 થી 50 જેટલી મહિલાઓ નગરપાલિકા કચેરીએ દોડી ગઈ હતી જ્યાં ચીફ ઓફિસરને તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરી હતી અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મહિલાઓ ઉગ્ર મિજાજમાં જોવા મળી હતી

પાણી વિના જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

પોરબંદર બોખીરા આવાસ વિસ્તારમાં રહેતા ધીરજ બેને જણાવ્યું હતું કે એક તરફ વેકેશન ચાલી રહ્યું છે આ ઉપરાંત ઘરમાં મહેમાન પણ આવ્યા હોય ત્યારે દસ દસ દિવસથી પાણી નથી આવ્યું જેને લઇને મોટી સમસ્યા સર્જાય છે અને પાણી વેચાતું પણ લેવું પડે છે .આ ઉપરાંત ભાવનાબેન ને જણાવ્યું હતું કે દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને રૂપિયા પણ ખર્ચવા પડે છે ત્યારે જયાબેન ને જણાવ્યું હતું કે કોઈપણ ભોગે સરકાર પાણી આપે પાણી વિના જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે જ્યારે પત્ની સાથે પાણી ભરતા રાજુભાઈએ પણ જણાવ્યું હતું કે ટાંકા પાસે એક નળ ખોલવામાં આવ્યો છે જ્યાંથી બધા કામ ચલાવવું પાણી ભરેલી રહ્યા છે ત્યારે તે પણ તેમની પત્ની મદદ કરી રહ્યા હતા જ્યારે કુંદન મેને જણાવ્યું હતું કે અમે ઉપર રહેતા હોય આથી ચોથા માળે પાણી ચઢાવવું પડે છે આઠ 10દિવસથી પાણી નથી આવતું ત્યારે જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે

કોંગ્રેસ આગેવાનોએ પણ રોષ ઠાલવ્યો અને આવેદનપત્ર આપ્યું

પોરબંદર બોખીરા આવાસ યોજનામાં 10 10 દિવસથી પાણી ન મળતા કોંગ્રેસ આગેવાનો પણ નગરપાલિકાની કચેરી એ દોડી ગયા હતા અને મહિલાઓ સાથે તેઓએ પણ આવેદનપત્ર આપ્યું હતું અને ચીફ ઓફિસરને તાત્કાલિક પાણી પહોંચાડવા રજૂઆત કરી તે આ ઉપરાંત પાણી આપવામાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરરીતી આચરવામાં આવતી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા.

જ્યારે તમામ પ્રશ્નોનો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

પાલિકાના ચીફ ઓફિસર એ જણાવ્યું હતું કે પાણીએ જીવન જરૂરી વસ્તુ છે અને પાણી વગર જીવન મુશ્કેલ છે આથી આ પ્રશ્નને તાત્કાલિક ઉકેલવામાં આવશે અને અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!