
ફેઝ ટુ બાબતે રાજકીય ટ્વિટર યુદ્ધ :માછીમાર સમાજની હાલત સુડી વચ્ચે સોપારી જેવી

પોરબંદર માં ઘણા વર્ષો થી કુછડી ફેઝ ટુ બંદર બનાવવા બાબતે માછીમાર સમાજ દ્વારા અનેક રીતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી રહી છે પરંતુ તેના જવાબ માં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા માત્ર ખાતરી આપવામાં આવે છે ત્યારે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી આખરી નીર્ણય લઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં ન આવતા માછીમાર સમાજ માં રોષ ફેલાયો છે .ગઈ કાલે માછીમાર સમાજ અને અન્ય સમાજ ના લોકો ની મિટિંગ મળી હતી જેમાં આ બાબત ને લઈ અન્ય સમાજ ના લોકો એ માછીમાર સમાજને સમર્થન આપ્યું હતું .


મોઢવાડિયા એ રૂપાણી એ આપેલ ટ્વિટર પર જવાબ
વર્ષો થી કુછડી ગામે બંદર બનાવવાના નિર્ણય નો વિરોધ માછીમાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી માંગ માછીમાર સમાજે કરી છે આ ઉપરાંત આ મુદ્દા ને રાજકીય રંગ ન આપવા પણ માછીમાર સમાજ ના આગેવાન પ્રેમજી ભાઈ ખુદાઇ એ જણાવ્યુ હતું .

ત્યારે હવે માછીમાર સમાજ મુખ્ય મંત્રી ફેઝ ટુ અંગે ફાઇનલ નિર્ણયની તારીખ ક્યારે જાહેર કરે છે તેની કાગડાળે રાહ જોઈ ને બેઠો છે
