પોરબંદરની પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝીંગ ઇન્ડીયા યોજનામા બોખીરા પે.સેન્ટર શાળાની પસંદગી કરાઇ
પોરબંદર તા,૧. વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી દ્રારા શૈક્ષણિક ગુણવતા ઊંચી લાવવા માટેની મહત્વાકાંક્ષી યોજના PM શ્રી (PM SCHOOLS FOR RISING INDIA ) માં પોરબંદર તાલુકાની એકમાત્ર શાળાશ્રી બોખીરા પે.સેન્ટર શાળાની પસંદગી કરાઇ છે. જે જિલ્લા માટે ગૌરવની વાત છે.રાજ્યની અંદાજિત ૩૫ હજાર શાળામાથી માત્ર ૨૭૪ શાળાની પસંદગી કરાઇ છે. જેમાની એક શ્રી બોખીરા પે સેન્ટર શાળાનો સમાવેશ થાય છે. આ શાળા હવેથી PM શ્રી બોખીરા પે સે શાળા તરીકે ઓળખાશે. આ શાળામાં તમામ શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને મોડેલ શાળા બનાવાશે. આ તબક્કે સ્થાનિક આગેવાનોએ શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
Please follow and like us:
