પોરબંદરની શ્રી ઝુંડાળા પ્રા.શાળાની સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

પોરબંદર તા,૭. પોરબંદરમા આવેલી શ્રી ઝુંડાળા પ્રા.શાળાને ૪૫ વર્ષ પુર્ણ થતા શાળા પરિવાર દ્રારા સ્કૂલ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. શાળાના આચાર્ય મંજુલાબેન બાપોદરા અને શાળા સ્ટાફ દ્રારા શાળા સ્થાપના દિનની ઉજવણી કરી દરેક ધોરણમાં અલગ-અલગ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ હતુ. આ તકે દાતા શ્રી ઓડદર મા.શા.ના આચાર્ય વીણાબેન તથા માધવીબેન દ્રારા બાળકોને ઇનામ કરાયુ હતુ. તથા પ્રવિણભાઇ ખોરાવા દ્રારા ભોજન કરાવવામાં આવ્યું હતુ. સ્થાનિક લોકો અને વાલીઓ તકે હાજર રહ્યા હતા. ૪૫ વર્ષથી વિધાર્થીઓને શિક્ષણ આપતી શાળામા અનેક વિધાર્થીઓએ શિક્ષણ મેળવ્યુ છે ત્યારે દરેક વાલી પોતાના સંતાનોને સરકારી શાળામા ભણાવે તેવી સ્કૂલ દ્રારા અપીલ પણ કરવામા આવી હતી.
Please follow and like us:
