સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ફાયદા તથા ગેરફાયદા વિશે વિધાર્થીઓને માર્ગદર્શન અપાયુ
પોરબંદર તા,૧. ટેક્નોલોજી માનવીના વિકાસ અને વિકાસનો આવશ્યક ભાગ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું પણ એવું જ છે. તે બુદ્ધિશાળી મશીનો બનાવવાનું વિજ્ઞાન અને એન્જિનિયરિંગ છે કે જેમા માહિતીના સંપાદન અને તેનો ઉપયોગ કરવાના નિયમો શીખવાનો સમાવેશ થાય છે. તર્ક, અંદાજિત અથવા ચોક્કસ તારણો અને સ્વ-સુધારણા સુધી પહોંચવા માટે નિયમોનો ઉપયોગ કરે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનના દરેક પાસાને બદલી રહી છે. આપણે કેવી રીતે કામ કરીએ છીએ અને કેવી રીતે રમીએ છીએ એ બબતો પણ પર તે અસર કરી રહી છે. તે આબોહવા પરિવર્તન અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળની ઉપલબ્ધતા જેવા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરવાનું વચન આપે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિવેક્પૂર્ણ ઉપયોગમાં થતી ભૂલ વિક્ષેપ અથવા વિનાશ તરફ દોરી જાય છે. આ પાતળી ભેદરેખાને ઓળખી શકાય તે માટે સરકારી પોલીટેકનીક પોરબંદર ખાતે સંસ્થાના પ્રિન્સીપાલ.એ.કે.ઝાલા તથા પ્રો.જી.કે.ખોરાસીયાના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર એન્જીનીરીંગ વિભાગના વિર્ધાર્થીઓને વિભાગના વ્યાખ્યાતા પ્રો.વનરાજ ડાંગરના માર્ગદર્શન હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ફાયદા તથા ગેરફાયદા સમજાવવા G20 સમીટ અંતર્ગત Future with AI* વિષય પર એક ચર્ચાનું આયોજન કરી અન્ય વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
