વેસ્ટર્ન રેલવે ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ ભાવનગર મંડલ દ્વારા વાર્ષિક મિટિંગનું આયોજન કરાયું

વેસ્ટર્ન રેલ્વે ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ ભાવનગર મંડલ દ્વારા વાર્ષિક અજુકેટિવ અને કાઉન્સિલ મિટિંગ નું આયોજન તારીખ 30/05/2023 ના રોજ બોર્ડ રૂમ ખાતે ડીઆરએમ. ઓફિસ ખાતે કરવાંમાં આવ્યું હતું. ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ ભાવનગર મંડલ ના પ્રમુખ અને ભાવનગર મંડલ રેલવે ના મુખિયા મંડલ રેલ પ્રબંધક શ્રી મનોજ ગોયલ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ ભાવનગર મંડલ ના ડિસ્ટ્રિક્ટ ચીફ કમિશનર અને ભાવનગર મંડલ રેલવે ના મુખ્ય એન્જિનિયર શ્રી સી એસ હંસેલિયા તથા ભાવનગર મંડલ રેલવે સ્કાઉટ એન્ડ ગાઇડ ના વિવિધ પદાધિકારીઓ તથા આમંત્રિત લીડર એકત્ર થયા હતા. મિટિંગ ને અંતર્ગત ભાવનગર રેલ્વે સ્કાઉટ એન્ડ ગાઇડ મંડલ ના ડિસ્ટ્રિક્ટ ઓર્ગેનાઈઝિંગ કમિશનર પંકજ ભટ્ટી દ્વારા મિટિંગ નો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ દરમ્યાન થતી પ્રવૃતિઓ નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આવનારા વર્ષ નો પ્રવૃતિઓ નું આયોજન સંદર્ભ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગ ના અંતે ભાવનગર મંડલ રેલવે ના DRM મનોજ ગોયલ દ્વારા મેમ્બરશિપ વધારવા તથા વિશેષ પ્રવૃતિ કરવા માટે ભાર આપવા માં આવ્યો હતો આ મિટિંગ ઉપરાંત ચીફ કમિશનર અને ભાવનગર મંડલ રેલ્વે ના મુખ્ય એન્જિનિયર શ્રી સી એસ હંસેલિયા પોતાના વય મર્યાદા ના કારણે રેલવે સેવા માંથી તારીખ 31/05/23 ના નિવૃત્ત થવાના છે. તેના માટે તેની નિવૃત્તિ પછી ના સમય માં તેના સ્વભાવ પ્રમાણે પ્રવૃતિ સાથે પ્રગતિશિલ બન્યા રહે અને તેનું સ્વાથ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.મિટિંગ ના અંતે ભાવનગર મંડલ ના સ્કાઉટ સેક્રેટરી શૈલેષ ડોડીયા દ્વારા સર્વ નો આભાર વ્યક્ત કરી મિટિંગ નું સમાપન કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!