પોરબંદર ખાતે ઉમ્મતી & ઉન્નતિ એજ્યુ. ચેરી. ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરાયું


સૈયદ ફૂરકાન બાપુ (માંગરોળ) સૈયદ રફીક બાપુ (કોડીનાર) ખાસ ઉપસ્થિત રહેલ

26 દુલ્હા દુલહન નિકાહ પઢી પાક બંધન મા બંધાયા

પોરબંદર મા ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન (યુ.& યુ.) ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામા આવી રહ્યા છે.જેમાં જરૂરતમંદ લોકો ને રાસન કીટ, મેડિકલ કેમ્પ, હિજામાં કેમ્પ,તદ્દન નજીવા ચાર્જ એ રાહત દવાખાના એ ઉપરાંત સમૂહ શાદી સહીત અનેક કાર્ય કરવામા આવી રહ્યા છે.
જેમાં આ વર્ષે પણ ભવ્ય સમૂહ શાદી નો આયોજન કરવામા આવ્યું હતું .7/5/23 રવિવાર સવાર ના હઝરત બુખારીશાહ પીર ની દરગાહ એ થી 26 દુલ્હા એક સાથે જુલુસ સ્વરૂપે જનાબ સૈયદ ગુલામ બાપુ એ પોતાની સુરીલી અવાઝ મા નાત મનકબત નો ઝિક્ર કરતા કરતા નગીના મસ્જિદ મા નિકાહ પઢવા દુલ્હા આવીયા હતા.


જેમાં કાઝી એ પોરબંદર હઝરત વાસીફ રઝા સાહેબ એ લોકો ને નિકાહ પ્રત્યે માર્ગદર્શન આપી નિકાહ નો મહત્વ સમજાવેલ સાથોસાથ સમાજમાં લગ્નને નામ ઉપર ચાલતાં કુરિવાજો ને નાબૂદ કરવા અપીલ કરેલ અને *સય્યદ હઝરત હાફિઝ સાઅદત અલી બાપુ, હજરત મૌલાના યુસુફ દુફાની સાહબ,હઝરત સય્યદ હુસેન બાપુ, હઝરત સય્યદ ગુલામ બાપુ, હાફિઝ ઈલયાસ સાહબ * સહીત ના ધર્મગુરુઓ એ 26 દુલ્હા ઓ ની નિકાહ પડાવેલ. અમદાવાદ બડી મસ્જિદ ના પેશ ઈમામ હજરત હાફીઝ અબ્દુલ ગફાર રજવી,માંગરોળ ગાદી નસીન સૈયદ ફુરકાન બાપુ,કોડીનાર થી ખાસ પધારેલ સૈયદ રફીક બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ,સૈયદ ઇકબાલ બાપુ તિરમીઝી એ તમામ દુલ્હા દુલહન ને પોતાની દુઆઓ આપેલ અને યુ.& યુ ટ્રસ્ટ ની સમગ્ર ટીમ ને મુબારક બાદ આપેલ. મુસ્લિમ સમાજ ના આગેવાનો એ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ એજાજ ભાઈ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીન ભાઈ એબાણી ટ્રસ્ટી મેહબૂબખાન બેલીમ ટ્રસ્ટી આરીફભાઈ રાઠોડ તથા સમગ્ર ટીમ ને મુબારક બાદ આપેલ.નગર પાલીકા દ્વારા તમામ દુલ્હા ને નિકાહ સર્ટીફિકેટ આપવામા આવેલ.
રવિવારે બપોર (નિયાઝ) ના ભવ્ય જમણવાર નો આયોજન કરેલ. 26 દુલ્હા દુલ્હન સહીત મેહમાનો ને જમાડવા આવેલ.
કરિયાવર રૂપે અંદાજિત 81 જેટલી વસ્તુ આપવામા આવી .


ટ્રસ્ટ ના આગેવાનો એ જણાવેલ કે સમાજ મા કુરિવાજો એટલે કે દાંડિયારાસ ડી.જે. જેવા ખોટા ખર્ચા રૂપ સ્વરૂપે કુરિવાજો ને નાબૂદ કરવા માટે સમૂહ શાદી નો આયોજન કરવામા આવે છે.
આ આયોજન ને સફળ બનાવવા ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ એજાજ ભાઈ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીન ભાઈ એબાણી,ટ્રસ્ટી મેહબૂબખાન બેલીમ, ટ્રસ્ટી આરીફ ભાઈ રાઠોડ, ઇબ્રાહમભાઈ સમા, મોહમ્મદભાઈ, યુનુસભાઈ સુમરા, સિરાજભાઈ, નાઝીમ ભાઈ લાલ, યુનુસ ભાઈ પઠાણ, અમીન ભાઈ ગડન, અબ્દુલ રાવડા, અલ્તાફ ભાઈ રાઠોડ, હમઝા હામદાણી, હુશેન ભાઈ સંધી, સૈયદ ગફારબાપુ, યુનુસ પરમાર, આદિલભાઈ, સાજીદ રાઠોડ, અનસ ૫રમાર, રાજુ જોખીયા જાબીર લાંગા, આશિફ મોદી, અમુભાઈ નાલબંધ, સુલેમાન દલ, ગફારભાઈ ચના, ઇબ્રાહીમ બાબી, હારૂન મન્સૂરી સૈયદ અવેસ બાપુ, સદામ ગુંડાવાળા સહિત લોકો એ જેહમત ઉઠાવી ને આ નેક કાર્ય ને સફળ બનાવેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!