હવે પોરબંદર રેલવે સ્ટેશન પર ATVM (Automatic Ticket Vending Machine) પરથી ટિકિટ મેળવી શકાશે.

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર માં અનેક મુસાફરો પ્રવાસ માટે આવતા હોય છે.પ્રવાસીઓની સુવિધા વધારવા માટે રેલ્વે તંત્ર દ્વારા તારીખ 5 /5 /23 ના રોજ રેલ્વે સ્ટેશન પર એટીવીએમ મશીન શરૂ કરવામાં આવેલ છે .આ સુવિધા ને કારણે પ્રવાસી સહેલાઈથી ટિકિટ જાત મેળે મેળવી શકશે .તદુપરાંત પ્લેટફોર્મ ટિકિટ પણ આ મશીન દ્વારા મેળવી શકાશે.આ સુવિધા નો લાભ વધુમાં વધુ પ્રવાસીઓ લઈ શકે એ માટે રેલવે તંત્ર દ્વારા ભાવનગર ડિવિઝન ના સિનિયર ડીસીએમ માશુક અહેમદ સાહેબ દ્વારા પોરબંદર વાસીઓને લાભ લેવા નમ્ર અપીલ કરાઈ છે.
Please follow and like us:
