ગોલ્ડ મેડલ મેળવનાર ખારવા સમાજ ની દિકરીનુ સન્માન
પોરબંદર ના ઈતિહાસ મા પ્રથમ બી.કોમ.ઈંગ્લીશ મીડીયમ મા ગોલ્ડ મેડલ મેળવનાર ખારવા સમાજ ની દિકરીનુ સન્માન
“સારૂ પરિણામ મેળવવા માટે વાતો થી નહી પણ રાતો થી લડવુ પડે છે”પોરબંદર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા દ્રીતીય પદવીદાન સમારોહ નુ આયોજન થયેલ હતુ, તેમા ૫૭ જેટલા છાત્રો ને ગોલ્ડ મેડલ આપી સન્માનીત કરવામા આવ્યા હતા. જેમા ખારવા સમાજની દિકરી શ્વેતાબેન જાદવજીભાઈ કોટીયા એ બી.કોમ. ઈંગ્લીશ મીડીયમ નો પોરબંદર ના ઈતિહાસ મા પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. શ્વેતાબેન ને કેબીનેટ મંત્રી ઋષીકેશભાઈ પટેલ ના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામા આવ્યો હતો. નિશ્ચિત ધ્યેય માટે અથાગ મહેનત કરી આ સોનેરી સિધ્ધી હાંસીલ કરી શ્વેતાબેને પોતાના પરિવાર તેમજ સમગ્ર ખારવા સમાજનુ નામ રોશન કરેલ છે. આ સિધ્ધી બદલ પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, પંચપટેલ/ટ્ર્સ્ટીઓ, અને સમાજના મહાનુભાવો દ્વારા શ્વેતાબેન ને સન્માન પુષ્પ અને રૂ. ૧૧,૧૧૧/- નુ રોક્ડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામા આવેલ તથા તેમના પિતાશ્રી જાદવજીભાઈ કોટીયા ને સાલ ઓઢાડી તેમનુ પણ સન્માન કરવામા આવેલુ હતુ. અને શ્વેતાબેન ને ભવિષ્યની ઉજ્જવળ કારકીર્દિ માટે ની શુભેચ્છાઓ પાઠવવામા આવેલ હતી.