પોરબંદર જીલ્લાના કુતિયાણાના ચકચારી બળાત્કારના કેસમાં નિદોર્ષ છોડતી કોર્ટ

૨૦૨૩ ની સાલમાં કુતિયાણા તાલુકાના પુંજાપરાધાર ના મુળ રહેવાસી દ્રારા એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ ટ્રક ડ્રાઈવીંગ કરવા જતા હોય અને ત્યારે આરોપી જીવા દેવાભાઈ રાડા તેના ઘર પાસેથી નીકળતો હોય અને હસતો જતો હોય અને ત્યારબાદ પરીચય વધતા એકબીજા ને મોબાઈલ નંબર આપેલા હતાં. અને ફોનમાં વાતચીત કરતા હતાં. અને તે રીતે મનમેળ થઈ ગયેલો હતો. અને આરોપી અવાર નવાર રાત્રીના સમયે ધરે આવી બળજબરીથી બળાત્કાર કરતો હોવાની અને કોઈને કહેશે તો છોકરાને મારી નાખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો હોવાની વિગતવારની ફરીયાદ અરજી કરેલી હતી. અને તે સંબંધે પોરબંદરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પઠાણ ની કોર્ટમાં કેસ ચાલી જતા અને તે વખતે ફરીયાદ પક્ષે પણ પોતાના બચાવમાં પ્રાઈવેટ વકીલ રોકેલા હોય અને તે કેસમાં આરોપી જીવા દેવા રાડા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા કીશનભાઈ ગોહેલ રોકાયેલા હોય અને તેઓએ કોર્ટની ચાલુ કાર્યવાહી દરમ્યાન ભોગ બનનાર ની ઉલટ તપાસમાં તેના તથા આરોપી જીવા દેવા રાડા ના અનેક ફોટોગ્રાફસ બતાવતા કે જેમાં આરોપી તથા ભોગ બનનાર ના કપડા બદલી જતા હોય, જગ્યા બદલી જતી હોય તેવા અલગ અલગ સમયના ફોટાઓ બતાવતા તે ફોટા ભોગ બનનારના અને આરોપીના હોવાનું અને તેમાં ઘણાં ફોટાઓ ભોગ બનનારે પાડેલ હોવાનું સ્વિકારેલુ હતું. અને તે રીતે ભોગ બનનાર અને આરોપી વચ્ચે લાંબા સમયથી સંબંધ હોય ત્યારે બળજબરી કરવાનો કે, ધમકી આપવાનો પ્રશ્ન રહેતો ન હોય એટલુ જ નહી પોલીસ તપાસમાં પોલીસે જાણી જોઈને બંનેની કોલ ડીટેઈલ રજુ કરેલ ન હોય કારણ કે, કોલ ડીટેઈલ રજુ થાય તો ભોગ બનનારે પણ અનેક વખત અને લાંબા સમયથી આરોપી સાથે વાતચીત કરતા હોવાનું પુરવાર થાય તેમ હોય અને તેથી પોલીસે જાણીબુઝીને કોલ ડીટેઈલ રજુ કરેલ ન હોય પરંતુ ભોગ બનનારે પોતાની ઉલટ તપાસમાં આરોપી સાથે વાતચીત કરતા હોવાનું કબુલ રાખેલુ હોય અને તે રીતે પોલીસ તપાસમાં ખામી હોવાનું પુરવાર થતુ હોય તેમજ ભોગ બનનાર ના નણંદ જોઈ ગયેલા હોય અને ત્યારબાદ ફરીયાદી માવતરે ચાલ્યા ગયેલા હોય અને ત્યારબાદ ૨૨ દિવસ પછી ફરીયાદ કરેલી હોય અને તે રીતે રેકર્ડ ઉપર અનેક વિરોધાભાષી બાબતો ફલીત થતા અને તે સંબંધે નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ કે જેમાં સંમતીથી શરીર સંબંધ બંધાયેલો હોય ત્યારે આરોપીને બળાત્કારના ગુન્હામાં સજા કરી શકાય નહીં. તેવી ઓથોરીટીઓ રજુ કરતા અને તે રીતે વિગતવાર દલીલ કરતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પઠાણ દ્રારા રેકર્ડ ઉપરના પુરાવા તથા રજુ થયેલ ફોટોગ્રાફસ તથા એડવોકેટની દલીલ તથા ઓથોરીટીઓ ઘ્યાને લઈ આરોપીને શંકા નો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, કીશન ગોહેલ તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.
