ખારવા સમાજ દ્વારા વિધાર્થીઓ માટે રાહતદરે નોટબુક વિતરણ કાર્યક્રમ
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા તારીખ ૧૭-૦૫-૨૦૨૩ બુધવાર ના રોજ સાંજે ૦૬-૦૦ વાગ્યે ખારવા સમાજ પંચાયત મંદિર (મઢી) ખાતે થી વિધાર્થીઓ માટે રાહતદરે નોટબુક નું વિતરણ કરવામા આવેલુ. ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ અશોકભાઈ જુંગી ‘યાજ્ઞવલ્કય વિધામંદિર ગુજરાતી/ઈંગ્લીશ મીડીયમ સ્કુલ’, હિરાલાલભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ ‘ડાયમંડ ટ્રાન્સપોર્ટ’, મીતેષભાઈ પોસ્તરીયા ‘અંજલી સી ફુડ’, રાજકુમાર સી ફુડ – વિશ્વાસ ગૃપ, ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના હિતેષભાઈ ખોરાવા એન્ડ ગ્રુપ, બાબુલાલ જે. ખોખરી એન્ડ સન્સ ‘વિજય ફીશ’. કેતન વિજય ગોહેલ ‘વિજય નેટ’, નરેન્દ્રભાઈ વાંદરીયા ‘વિરાટ એન્ટરપ્રાઈસ’, જીતેન્દ્રભાઈ કરશનભાઈ સલેટ ‘ઓમકાર નેટ મેકર’, ભુપેન્દ્રભાઈ હીરાલાલ સલેટ ‘જય ભોલેનાથ ફ્રેશ ફીશ’ છે.
પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ અને દાતાઓ તથા રત્નાંકર શિક્ષણ સમિતીના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તથા રત્નાંકર સ્કુલના શિક્ષકગણો ના શુભ હસ્તે આજે વિધાર્થીઓ ને ૩૦૦૦૦ (ત્રીસ હજાર) નંગ નોટબુક નું વિતરણ કરવામા આવેલુ.
ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસની અનેક પ્રવુત્તિઓ ચાલી રહી છે. જેમા રાહતદરે નોટબુક વિતરણ, રાહતદરે ધોરણ ૮ થી કોલેજ સુધીના પાઠયપુસ્તકો, શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમીનારો, વિધાર્થીઓને વ્યાજ વગરની એજયુકેશન લોન સરકારની મોડેલ સ્કુલમા એડમીશન માટે પરીક્ષાની તૈયારી માટેના વિનામુલ્યે ટ્યુશન ક્લાસીસ, તેજસ્વી તારલાઓનુ સન્માન, આવી અનેકવિધ શૈક્ષણિક અભિયાનની પ્રવુત્તિઓ ખારવા સમાજ દ્વારા ચાલી રહી છે.