પોરબંદર જીલ્લા માં પણ અનેક સંવેદનશીલ મતદાન મથકો :પોલીસ નું રખાશે ચુસ્ત બંદોબસ્ત

પોરબંદર જીલ્લા માં પણ અનેક સંવેદનશીલ મતદાન મથકો :પોલીસ નું રખાશે ચુસ્ત બંદોબસ્ત

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી આગામી 28 મી ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે ત્યારે ચુંટણી દરમ્યાન કેટલાક એવા મતદાન મથકો હોય છે જ્યાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાળવવી પોલીસ માટે કપરી બને છે આથી આવા મતદાન મથકો ને સંવેદનશીલ જાહેર કરી ત્યાં પોલીસ દ્વારા ખાસ વધારા ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

પોરબંદર નગરપાલિકા ની વાત કરીએ તો પાલિકા ની ચૂંટણી માં કુલ બુથ 168 છે જેમાં સંવેદનશીલ 34 અને અતિ સંવેદનશીલ 16 મતદાન મથકો જાહેર કરાયા છે જયારે તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે પોરબંદર તાલુકા ના કુલ 154 બુથ સંવેદનશીલ 48 અને અતિસંવેદનશીલ 18 મતદાન મથકો જાહેર કરાયા છે રાણાવાવ તાલુકા ના કુલ 59 બુથ માંથી સંવેદનશીલ 5 બુથ અને અતિ સંવેદનશીલ 10 બુથ જાહેર થયા છે જયારે કુતિયાણા તાલુકા ના કુલ 67 બુથ માંથી સંવેદનશીલ 15 અને અતિસંવેદનશીલ 5 બુથ જાહેર થયા છે જ્યાં પોલીસ દ્વારા ખાસ વધારા ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!