ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષા માટેની તારીખો જાહેર કરાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષા માટેની તારીખો જાહેર કરાઈ છે.જે મુજબ ધોરણ 9થી 12ની પ્રથમ સત્ર પરીક્ષા 19મી માર્ચથી શરૃ થશે. જ્યારે વાર્ષિક પરીક્ષા 7 જૂનથી શરૃ થશે.ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી પ્રથમ સત્રની પરીક્ષા લઈ શકાઈ ન હતી. ચાલુ શૈક્ષણિક સત્રમાં એકેડેમિક કેલેન્ડર જાળવી શકાયું નથી ત્યારે આ વર્ષે માત્ર પ્રથમ સત્ર પરીક્ષા અને ત્યાર બાદ સીધી વાર્ષિક પરીક્ષા લેવાશે.શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 9થી 12ની પ્રથમ સત્ર પરીક્ષા 19થી 27 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મેમાં પૂર્ણ થયા બાદ ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15 જૂન સુધી યોજાશે.
Please follow and like us:
CATEGORIES Porbandar
