ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા લોકો સાવધાન !સોશિયલ મીડિયા પર કોઈ વેપાર કર્તા પહેલા આ વાંચવું

ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા લોકો સાવધાન !સોશિયલ મીડિયા પર કોઈ વેપાર કર્તા પહેલા આ વાંચવું

ફેસબુક પર વેચાણ કરવા જતાં યુવાન સાથે 2,52,000 થયો સાયબર ફ્રોડ : પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસે 48000 પરત અપાવ્યા

ડિજિટલ પેમેન્ટ માં થયો યુવાનને કડવો અનુભવ
ફરિયાદી રાહુલ દવે પોરબંદર

પોરબંદર ના એક શખ્સે ફેસબૂક પર શર્ટ વેચવામાં મુક્યા હતા જેમાં ગ્રાહક બની એક શખસે તેના એકાઉન્ટ માંથી 252000 રૂપિયા પડાવી લીધા હતા .આ અંગે પોલિસ ને જાણ કરતા સાયબર ક્રાઇમ ટીમે 48000 પરત અપાવ્યા હતા .

પોરબંદરમાં રહેતા રોહન દવે facebook પર ચાર શર્ટ વેચવા માટે મૂક્યા હતા જેને સાહિલ કુમાર નામના એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે આ શર્ટ તેમને પસંદ છે તેમ કહી કુલ ૩૨ હજાર રૂપિયામાં શર્ટનો સોદો નક્કી થયો હતો ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ રોહન ભાઈ ને whatsapp પર 3200 ક્યુ આર કોડ મોકલ્યો હતો ત્યારબાદ રકમ જમા થઈ જશે તેમ કહ્યું હતું પરંતુ યુ આર કોડ કેમ કરતાની સાથે જ રોહન ભાઈ ના ખાતા માંથી 200 રૂપિયા કપાઈ ગયા હતા અને ફરીથી આ 200 રૂપિયા પરત આપવા નું કહેતા બીજો કોડ મોકલી અઢાર હજાર રૂપિયા આરોપી દ્વારા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા આ રીતે એક બાદ એક એમ તારીખ ૩ /૨ ,૪/ ૨ અને ૫/ ૨ ના રોજ રૂપિયા પરત આપવાનું કહી ફોન કરી 89000 11000 અને 87000 મળી કુલ બે લાખ પાંચ હજાર રૂપિયાની ઓનલાઇન ઠગાઈ રોહન ભાઈ સાથે થઈ હતી.રોહન ભાઈ ને આ બધી રકમ બે ત્રણ દિવસમાં પરત મળી જશે તેવી આશા થી જેથી તેઓએ આ બાબતે પોલીસનો સંપર્ક કર્યો ન હતો પરંતુ રોહન ભાઈ ને આમાંથી કોઈપણ રકમ પરત મળી ન હતી ત્યારબાદ તારીખ 9 2 2021 ના રોજ ફરીથી રોહન ભાઈ ને આરોપી નો ફોન આવ્યો હતો આ તમામ રકમ રિફંડ કરવાની પ્રોસેસ ના નામે આધાર કાર્ડ એટીએમ કાર્ડ અને ઓટીપી મેળવી વધુ રૂ 47 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આમ કુલ રૂપિયા 252000 ની છેતરપીંડી થઈ હતી.

સાયબર ક્રાઇમ પોલીસે 48000 રૂપિયા પરત અપાવ્યા

જ્યારે આ બાબતે 11/02/2021 ના રોજ પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર સાઇબર ક્રાઇમ તથા પોરબંદર પોલીસ ટેકનિકલ સેલ ના પીએસઆઇ સુભાષ ઓડેદરા અને તેની ટિમ દ્વારા સઘન પ્રયત્ન કરી 48000 રૂપિયા પરત મેળવી આપ્યા હતા.

આપવી નહીં અને કોઈ વ્યક્તિ આ પ્રકારનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!