એસ.ટી ડેપો મેનેજરને લીંબુ-મરચા આપી NSUI એ કર્યો અનોખો વિરોધ:૧૫ જેટલા કાર્યકોરોની અટકાયત

વિધાર્થીઓને સમયસર બસ નહિ મળતા પોરબંદર NSUI નો અનોખો વિરોધ, એસ.ટી બસોમાં લીંબુ-મરચા બાંધી કર્યો નવતર વિરોધ
એસ.ટી ડેપો મેનેજરને લીંબુ-મરચા આપી NSUI એ કર્યો અનોખો વિરોધ,સુત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ૧૫ જેટલા કાર્યકોરોની અટકાયત

પોરબંદરના આજુબાજુના ગામડાઓમાંથી હજારો વિધાર્થીઓ અભ્યાસ માટે શહેરની શાળા-કોલેજમાં આવતા હોય છે,વિધાર્થીઓની રજૂઆતના પગલે આજે પોરબંદર NSUI ડેપો મેનેજરને રજૂઆત કરવા પહોંચી હતી.. પોરબંદર-દેવરિયા-હર્ષદ રૂટ પર જે બસો ચાલે છે ખાસ કરીને જે વિધાર્થીઓના સમયપત્રક મુજબ હોતી હોય તે બસો અઠવાડિયામાં માત્ર ૨ દિવસ જ સમયસર ચાલે છે, બાકીનાં દિવસોમાં બ્રેક-ડાઉન હોય છે, પંચર હોય છે અથવા તો સમયપર પ્લેટફોર્મ પર આવતી નથી.. વિધાર્થીઓની એવી પરિસ્થિતિ સર્જાય છે કે કોલેજમાથી તો તે તેમના સમય પ્રમાણે નીકળી જાય છે પરંતુ તેમના ઘરે રાત્રે ૮ થી ૯ આસપાસ પહોંચે જેમને લઇને તેમના પરિવારમાં પણ બધા ચિંતા કરતા હોય છે.. આજે પોરબંદર જિલ્લા NSUI એ એસ.ટી ડેપો ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો હતો, એસ.ટી ડેપો મેનજેરને લીંબુ-મરચા આપી આપના ડેપોની બસોમાં લગાડો તેવુ કહેવાયુ હતુ કેમ કે આપના ડેપોની બસે ક્યારેય વ્યવસ્થિત હોતી નથી કોઇ ની નજર લાગી હોય તેમ વારંવાર બ્રેકડાઉન થયા રાખે છે, જ્યારે કોઇ સરકારી કાર્યક્રમો હોય કોઇ મંત્રીઓના મોટા કાર્યકારો હોય તે તેમને સારી અને એક દિવસ અગાઉ બસો સારી હાલતમાં મોકલી આપવામા આવે છે પરંતુ જ્યારે વિધાર્થીઓ અને મુસાફરોની વાત આવે તો તે લોકો પાસે પૈસા પણ વસુલાય છે વિધાર્થીઓ પાસે પાસ હોય છે તે પરંતુ છતાં તેમણે ખળભળ બસોમાં બેસવું પડે છે, સમયસર તેમના નિર્ધારિત સ્થાન પર પહોંચતા નથી.. આજે NSUI એ વિધાર્થીરૂટો પર જે બસો ચાલે છે તેમા લીંબુ-મરચા બાંધ્યા હતા ડ્રાઇવરોને કહ્યું હતુ કે આપની બસ સારી રીતે ચાલે અને કોઇની નજર લાગે નહિ, સાથો-સાથ વિધાર્થીઓને સમયસર બસ ફાળવવમા નારા લગાવ્યા હતા પોલીસ દ્વારા NSUI ના ૧૫ જેટલા કાર્યકોરની ટીંગાટોળી કરી અટકાયત કરવામા આવી હતી ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,ચિરાગ ચાંચિયા,સાહિલ વાજા,દિવ્યેશ સોલંકી,યશરાજસિંહ ચુડાસમા,નિખિલ દવે,પાર્થ ઉનડકઠ,પાર્થ વરવાડિયા,યશ ઓઝા,અક્ષય દવે,અકિબખઆન,હિરેન મેઘનાથી,હર્ષ રાબડિયા,નિકેત, સાહિલ ચોટાઇ,દર્શનકુમાર વગેરે જોડાયા હતા
