કોસ્ટ ગાર્ડ દ્વારા
ગુજરાતના દરિયાકાંઠે ફસાયેલી માછીમારી બોટનું રેસ્ક્યુ કરાયું


27 મે 2023ના રોજ 2345 કલાકે, મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, પોરબંદરને મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઈ દ્વારા ફસાયેલી ભારતીય માછીમારી બોટ ‘રોસના’ (Regd No. IND-TN-15-MM-5524) અંગે જાણ કરવામાં આવી હતી. માંગરોળથી લગભગ 120 કિલોમીટર દૂર 09 ક્રૂ ઓનબોર્ડ સાથે એન્જિનની ખામી સર્જાય હતી
ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ શૂર, જે ઓપરેશનલ પેટ્રોલિંગ પર હતું, બોટને જરૂરી સહાય પૂરી પાડવા માટે તરત જ વાળવામાં આવ્યું હતું. ઇંધણના પાણીના દૂષિતતાને કારણે જે બોટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી તે દરિયામાં સુધારી શકાઇ ન હતી અને તેથી ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ શૂર મુશ્કેલ હવામાન અને તોફાની દરિયામાં બોટને ખેંચીને લઇ ગઇ હતી. બોટને વેરાવળ હાર્બર તરફ ખેંચવામાં આવી હતી અને વધુ સમારકામ માટે સોંપવામાં આવી હતી.
Please follow and like us: