સૌપ્રથમ વાર પોરબંદર ખાતે ગુજરાત બ્રહ્મ રોજગાર મેળાનું આયોજન કરાયું

ગઈકાલે તા.૧૪-૦૫-૨૦૨૩, રવિવારના રોજ સ્વ. ભાગ્યવિજયભાઈ હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ, નિરવભાઈ દવે દ્વારા સૌપ્રથમ વખત પોરબંદર ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા બ્રહ્મસમાજના ભાઈ-બહેનો માટે બ્રહ્મ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૨૦૦ થી ભાઈ-બહેનોએ બ્રહ્મ રોજગાર મેળામાં ભાગ લીધો હતો.

જે બ્રહ્મ રોજગાર મેળાને સફળ બનાવવા માટે શ્રી ગીરીશભાઈ વ્યાસ, દિનેશભાઈ કોઠારી, રમણીકભાઈ પુરોહિત, અશોકભાઈ મહેતા, ભીમભાઈ જોષી (શાસ્ત્રી), ભાવિનભાઈ શાસ્ત્રીજી, ક્રિષ્નાબેન ઠાકર, ધવલભાઈ દવે, દેવવ્રતભાઈ જોષી, દેવેન્દ્રભાઈ પંડયા, સુરેશભાઈ દવે, વિશાલભાઈ પંડયા, હરેશભાઈ જોષી, શ્રીધરભાઈ પુરોહિત, કુમારભાઈ જોષી, ચિરાગભાઈ થાનકી, વિશાલભાઈ વ્યાસ, હાર્દિકભાઈ થાનકી, મિહિર શુકલ સહિત સમસ્ત બ્રહ્મસમાજના સૌ વડીલો તથા ભાઈ-બહેનોએ સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

આ બ્રહ્મ રોજગાર મેળામાં રોજગારી મેળવવા આવેલ ભૂદેવ ભાઈ-બહેનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ માન.શ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ કોઠારી, પોરબંદર ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી મીતાબેન થાનકીએ હાજરી આપીને તમામ યુવા ભાઈ-બહેનોને આશીર્વાદ આપ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!