પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બેંકખાતા ફીઝ કરવા રજુઆત.
વેપારીઓ માટેની સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ની થોડા સમય માટે ૧૦ કારોબારી સભ્યોની ચુંટણી નું આયોજન કરવામાં આવેલ હતું. આ ચુંટણીમાં ભાગ લેનારા ઉમેદવારો (૧) નીલેશભાઈ શાંતીલાલ રૂઘાણી (૨) રાજેશભાઈ નરોતમદાસ બુધ્ધદેવ (૩) મીલનભાઈ કાંતીલાલ કારીયા (૪) સુભાષભાઈ ચત્રભુજ ઠકરાર (૫) નલીનભાઈ રસીકલાલ કાનાણી (s) મુકેશભાઈ વૃજલાલ દતાણી (૭) શ્યામભાઈ બીપીનભાઈ રાયચુરા (૮) ભાવિનભાઈ દુર્લભજી કારીયા (૯) દીપેશભાઈ તુલસીદાસ સીમરીયા (૧૦) રાજેશભાઈ ધીરજલાલ માંડવીયા ના ફોર્મ રદ કરવામાં આવતાં તે ગેરવ્યાજબી નીર્ણય સામે આ સભ્યોએ નામદાર ચેરીટી કમીશ્નરશ્રી રાજકોટની કચેરીમાં કાયદાકીય કાર્યવાહી કરેલ છે અને ફરીથી ચુંટણી કાર્યક્રમ કરાવવા માંગણી કરી છે.
આ સંસ્થાના આર્થીક વ્યહવારો બેંકમાં થતાં હોય તેમાં કોઈ ગેરરીતી ન થાય, સંસ્થાના હિતને નુકશાન ન થાય તે માટે આ તમામ સભ્યોએ હાલના આ સંસ્થાના યુકો.બેંક તથા સેન્ટ્રલ બેંક માં ખાતામાં નામદાર ચેરીટી કમીશ્નરશ્રી રાજકોટ નો નીર્ણય થતાં સુધી કોઈ આર્થીક વ્યહવારો કરવામાં ન આવે અને આ ખાતાઓ ફીઝ કરી દેવામાં આવે તેવી આ સભ્યોએ બેંકને જાણ કરેલ છે અને બંન્ને બેંકોની રીજીયન ઓફીસમાં પણ આ લેટર ની નકલો મોકલી આપી છે. તેમ એક અખબારી યાદી માં જણાવાયું છે.