ગુરુકુળ મહિલા કોલેજની બી.કોમ.સેમ.-૬ની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું
પોરબંદર શહેરમાં આવેલ રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ.સેમ-૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી કોલેજનું નામ ગૌરવથી ગુંજતું કર્યું છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી દ્વારા પરીક્ષાના પરિણામો જાહેર કરાયા છે. જેમાં કોલેજની કોમર્સ ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીઓએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં પ્રથમ ક્રમાંક પર પુરોહિત માધવી હર્ષદકુમાર (બી.કોમ.અંગ્રેજી માધ્યમ)એ ૮૬.૨૧% પ્રાપ્ત કરેલ છે, દ્વિતીય ક્રમાંક પર ગૌસ્વામી કિંજલ અમરજતી (બી.કોમ. અંગ્રેજી માધ્યમ) આવે છે જેમને ૮૫.૮૦% મેળવે છે. અને તૃતીય ક્રમાંક પર ધેડીયા તન્વી જીતેન્દ્રભાઈ આવે છે જેને ૮૫.૪૧% આવેલ છે.
કોલેજના ટોપ 10 ટેનમાં સમાવિષ્ટ વિદ્યાર્થીનીઓમાં ઓડેદરા આશા દુદાભાઈ – ૮૪.૩૬%, ગોરફાડ નિધિ અશોકભાઈ – ૮૪.૨૫%, ઓડેદરા પાયલ રાજુભાઈ – ૮૨.૨૦%, ભોગાયતા વિભૂતિ રાજનભાઈ – ૮૦.૩૯%, ગોહેલ માયા ચંદુલાલ – ૮૦.૨૦%, બોખીરીયા પૂજા સામતભાઈ – ૮૦.૧૫%, સોલંકી અંજલી વિજયભાઈ – ૭૯.૯૩% & વાઘેલા અંજલી દિનેશભાઈ – ૭૯.૯૩%.
આ ઉપરાંત ૭૦%થી વધારે ટકાવારી ધરાવતી વિદ્યાર્થીનીઓની સંખ્યા ૫૦થી પણ વધુ છે.
પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થીનીઓને કોલેજના પ્રાચાર્ય ડૉ. અનુપમ નાગર, કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ. ભરતસિંહ ડોડીયા, કો-ઓર્ડીનેટર પ્રો. નિમિષા પંડિત, પ્રો. ડૉ. જયેશભાઈ ભટ્ટ, શ્રી અરવિંદભાઈ રાવલીયા, પ્રો.ડૉ.નયનભાઈ ટાંક, પ્રો. અમીબેન પઢીયાર, પ્રો. તન્વીબેન ગુર્જર, પ્રો. જ્યોતિબેન જાદવ, પ્રો. રાજુભાઈ મોઢવાડિયા, પ્રો. મીરલબેન વાઢેરએ અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં આવું જ ઉજ્જવળ પરિણામ લાવે તેવા આશીર્વચન આપ્યા છે.
