Watch “પોરબંદરમાં દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા પાઠપૂજન વાર્ષિકોત્સવ 2023 યોજાયો” on YouTube
પોરબંદરમાં દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા પાઠપૂજન વાર્ષિકોત્સવ 2023 યોજાયો
વાર્ષિક ઉત્સવ ની ભવ્ય દિવ્ય ઉજવણી પ્રાચીન શિવાલય શ્રી લંકેશ્વર મહાદેવ મંદિર શીતલા ચોક થી દશનામ ગૉસ્વામી છાત્રાલય સુતરવાડા સુધી વાજતે ગાજતે નીકળી ભવ્ય કળશયાત્રા
10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન પત્રક સાથે સપ્રેમ ભેટ દ્વારા સન્માન કરાયું
મહાઆરતી આરાધના બાદ સર્વે જ્ઞાતિબંધુએ લીધો મહાપ્રસાદ
પોરબંદરમાં શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા રવિવાર તારીખ 4 6 2023 ના રોજ સાંજે ચાર કલાકે સુતારવાડા ખાતે આવેલ શ્રી દશનામ ગોસ્વામી છાત્રાલયમાં ગોસ્વામી શક્તિ પાઠ પૂજન વાર્ષિકોત્સવ 2023 યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રસિદ્ધ કથાકાર માધુરીબેન ગોસ્વામી એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં પોરબંદરના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી એ તમામ બાળકોને અને સમાજના કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી દશનામ ગોસ્વામી શક્તિપાઠ પૂજન સમીતિ દ્વારા બપોરે પ.કલાકે પ્રાચીન શિવાલય શ્રી લંકેશ્વર મહાદેવ મંદિર શીતલા ચોક થી બેન્ડ બાજા સાથે ભવ્ય કળશ યાત્રા નીકળી હતી અને હર હર મહાદેવ ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના પરિવારો આ કળશ યાત્રામાં જોડાયા હતા ત્યારબાદ શ્રી દશનામ ગોસ્વામી છાત્રાલય ખાતે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરૂઆતમાં નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને અતિથિ વિશેષ કથાકાર શ્રી માધુરીબેન ગોસ્વામી તથા પોરબંદર ડીવાયએસપી શ્રી નીલમબેન ગોસ્વામીના પિતા તથા માતા નું કુમકુમ તિલક અને પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં સુતારવાડામાં આવેલ શ્રી દશનામ ગોસ્વામી સમાજના છાત્રાલય ખાતે. દર માસ ની પુનમ ના શક્તિપાઠ પૂજન નું આયોજન સુતારવાડા પોરબદંર દશનામ ગોસ્વામી છાત્રાલય ખાતે યોજાય છે અને 12* પુનમે વાર્ષિકોત્સવ તરીકે ઉજવવામાં આવે છે શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ ના વાર્ષિકોત્સવ 2023 માં ઉપસ્થિત સુપ્રસિદ્ધ કથાકાર શ્રી માધુરીબેન ગોસ્વામી એ જણાવ્યું હતું કે ગોસ્વામી એટલે ગૌસ્વામી નહીં પરંતુ ગોસ્વામી એટલે સાક્ષાત શિવના વંશજો અને ગોસ્વામી એટલે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે તે ગોસ્વામી મનોબળ મજબૂત રાખી નાની સુની વાત હોય તો મૂંઝાય નહીં અને એનો અર્થ એ કે સામે તમાકુ હોય કે શરાબ હોય તો પણ મન કન્ટ્રોલ રાખી વ્યસન ત્યાગ કરે તે ગોસ્વામી છે ગોસ્વામી ત્યારે જ બનીએ કે જ્યારે આપણા હોવાપણાની ખબર આપણને હોવી જોઈએ ભગવો પહેર્યું હોય તો તેની જવાબદારી શું છે તેનો તમને ખ્યાલ હોવો જોઈએ દશનામ કુળમાં જન્મવું તે પ્રભુની મોટામાં મોટી ગિફ્ટ છે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને સન્માન કરવાનો આ રૂડો અવસર છે પરંતુ જેઓ નાપાસ થયા છે તેઓએ નાસીપાસ ન થવું કારણકે ડિગ્રી મહત્વની નથી હોતી પરંતુ તમારામાં ટેલેન્ટ હોય તો તમે કંઈ પણ કરી શકો છો અત્યારના આ સમયમાં ફેમસ થવું અઘરી વાત નથી ગાળો બોલનારા પણ ફેમસ થઈ જાય છે પરંતુ ખાલી પ્રસિદ્ધિ પામવી એ જ ઉદેશ ન હોવો જોઈએ પણ જે ફિલ્ડમાં હોય તે ફિલ્ડમાં તમારે ટોપ પર હોવું જોઈએ આપણો જન્મ જ શિવના ગુણગાન કરવા થયો છે શિવ આપણા ઈસ્ટ છે આથી વધુમાં વધુ શિવ ભક્તિ કરો અને મહાદેવનું નામ લો આ ઉપરાંત લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા જણાવ્યું હતું અને આ સાથે સાથે પોરબંદરના ડીવાયએસપી શ્રી નિલમબેન ગોસ્વામી પરીવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે આશીર્વચન તથા જ્ઞાતિજનોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. જેઓને સર્ટિફિકેટ તથા બેગ ની દાતાશ્રીઓ ના હસ્તે ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિશેષ સન્માન દશનામ ગોસ્વામી ની પરંપરા પાઠપૂજન સંસ્કાર નાના બાળકો એ સંપન્ન કર્યા છે તે બાળકોને શીલ્ડ પ્રમાણપત્ર દ્વારા સન્માન સાથે પ્રોત્સાહિત કરાશે આજથી જ નાના બાળકોમાં રહેલી ધમૅ સંસ્કારને પ્રોત્સાહિત કરાયું દર પુનમે ઉપયોગ સિદ્ધ પ્રાપ્ત કરનારા બાળકો ને સન્માનિત કરવામાં આવશે
સમગ્ર કાર્યક્રમમાં શ્રી દશનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ પોરબંદર ના સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવવામાં આવી હતીઆ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓએ અનુદાન અને ઉપસ્થિત દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો