માધવપુરના લોકમેળાને રાષ્ટ્રીય ઇવેન્ટ તરીકેની ઉજવણીને આવકારતા ઘેડવાસીઓ

માધવપુર મેળાની ધરાતલ પર લોકો ભાવવિભોર

વડાપ્રધાન. નરેન્દ્ર મોદીના દિશા દર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધવપુર ઘેડના મેળામાં ઇન્દ્રપુરી જેવો માહોલ: સ્થાનિક મુલાકાતી ભીખાભાઈ પરમાર
પોરબંદર, તા.૮: માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્નોત્સવ પ્રસંગે યોજાતા માધવપુરના મેળાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રીય બહુમાન મળ્યુ છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૮થી માધવપુરના લોકમેળાને રાષ્ટ્રીય ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. પણ આ વખતે મેળામાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોના કલાકારો ગુજરાત સરકારના આયોજન હેઠળ માધવપુરમાં ચાર દિવસ સુધી સાસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરે છે. વર્ષ 2025 નો મેળો ભવ્ય મેળો બન્યો છે કારણ કે પ્રથમ વખત એક સાથે ગુજરાતના 800 અને ઉત્તર-પૂર્વ રાજ્યના 800
એમ 1600 થી વધુ આર્ટિસ્ટો સ્ટેડિયમ પ્રકારના (અરેના) ગ્રાઉન્ડ પર પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. સરકારના આ વિશેષ આયોજનને માધવપુર ઘેડ વિસ્તારના લોકો પણ તેને આવકારી રહ્યા છે.
ઘેડ વિસ્તારના પાતા ગામના સ્થાનિક અને માધવપુર ઘેડના મેળાની મુલાકાતે આવેલા ભીખાભાઈ પરમારએ મેળાના આયોજનની સરાહનીયતા કરતા જણાવ્યું કે માધવપુરના મેળાનું આવું ભવ્ય આયોજન અમે જીંદગીમાં પહેલીવાર જોઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેળામાં ખુબ સરસ સુશોભન અને આકર્ષણો છે. ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણીના લગ્ન પ્રસંગે યોજાતા મેળાને જાણે ભગવાનના દરબાર ઇન્દ્રપુરી જેવો બનાવી દીધો છે.
ઉલ્લેખનીય છે. કે માધવપુર મેળાનો ઉત્સવ જન-જન સુધી પહોંચ્યો છે ત્યારે ગુજરાત અને પૂર્વોતર રાજ્યોની સંસ્કૃતિના મિલન રૂપે સાંસ્કૃતિક કાર્યક્મોની રોજે રોજ થતી પ્રસ્તુતિ, લોક ડાયરાની જમાવટ, રાસ ગરબા, સ્ટોલ, આનંદ નગરી, પાયાની તમામ સુવિધા મનોરંજન સહિતના આયોજનને જોઇ ઘેડ વાસીઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!