ચોપાટી પોરબંદર ખાતે તા.૨૪ જૂનના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મણિયારો રાસ,મિશ્ર રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

પોરબંદર.તા.૧૯, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોરબંદર દ્વારા સંચાલીત આપણી કલા અને સંસ્કૃત્તિને જીવંત રાખવા અને તેની જાળવણી કરવાના  શુભ આશયથી રાજ્યના જુદા – જુદા સ્થળોએ શનિ – રવિવારની રજાઓમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમનું આયોજન કરવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત પોરબંદરમાં જિલ્લામાં એક ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમનું આયોજન તા.૨૪/૦૬/૨૦૨૩ને શનિવારના રોજ  સાંજે ૦૬:૩૦ કલાકેથી  યમુના હોટેલ,ચોપાટી  પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં પોરબંદર જિલ્લાના નામાંકિત કલાકારો દ્વારા મણિયારો રાસ, મિશ્ર રાસ, લોકનૃત્ય જેવા  સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજુ કરશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!