મર્ડરના ગંભીર ગુન્હાના આરોપીને શોધી કાઢતી કુતિયાણા પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક.ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદરગ્રામ્ય સુરજીત મહેડુ નાઓના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટે.ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૨૧૮૦૦૪૨૪૦૫૫૬/૨૦૨૪ B.N.S કલમ.૧૦૩,૧૧૭(૨),G.P.Act કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો આરોપી હાજા મેણંદ પરમાર રહે.માલ ગામ નવાપરા વિસ્તાર તા.કુતિયાણા વાળો ગુન્હો કરી નાશી ગયેલ હોય જે અન્વયે કુતિયાણા પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર વી.પી.પરમાર સાહેબ તથા પો.સબ.ઇન્સ કે.એન.ઠાકરીયા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ પીયુષ રામજીભાઇ ઓડેદરાનાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે,ઉપરોક્ત ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી હાલ હરીદ્વાર મહેર સમાજ ખાતે રોકાવા માટે આવેલ ની હકિકત મળતા કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ કે.એન.ઠાકરીયાનાઓને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે હરીદ્વાર ખાતે આરોપીની તપાસમાં રોકાયેલ હતા તે દરમ્યાન ઉપરોક્ત ગુન્હાના કામના આરોપી હાજા મેણંદભાઇ પરમારને હરીદ્વાર મહેર સમાજ ખાતેથી શોધીકાઢી પ્રસંશનિય કામગીરી કરેલ છે.
●પકડાયેલ આરોપીનું નામ સરનામુ ●
હાજા મેણંદભાઇ પરમાર ઉવ.૩૮ રહે.માલ ગામ નવાપરા વિસ્તાર તા:કુતીયાણા જી.પોરબંદર
●કામગીરી કરનાર અધીકારી તથા કર્મચારી●
પો.ઇન્સ વી.પી.પરમાર, પો.સબ.ઇન્સ કે.એન.ઠાકરીયા,પો.હેડ.કોન્સ પિયુષ રામજીભાઇ,પો.કોન્સ ભરત ભોજાભાઇ, અશ્વિન વેજાભાઇ,અક્ષયકુમાર જગતસિંહ, વિજય ખીમાણંદભાઈ,મહેશ મેરામણભાઇ વિગેરે કુતિયાણા પો.સ્ટે.