લાયન્સ કલબ દ્વારા રાણા કંડોરણાની શાળામાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન અપાયું

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.22-10-2024 મંગળવારના રોજ કુમાર પે સેન્ટર શાળા રાણા કંડોરણામાં બાળ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું
કાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગત પ્રવચન સાથે લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમારે સંસ્થાનો પરિચય તેમજ કાર્ય વિશે સરળ ભાષામાં જાણકારી આપી હતી.
વિશ્વમાં આજે બાળ કેન્સર એક ચિંતાનો વિષય બની ગયો છે, તેમાં પણ ભારતમાં ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા કેન્સર ના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે,એવા સમયે સરકારશ્રી સાથે સામાજીક સંસ્થાઓ પ્રયાસ કરે તો વધુ અસરકાર બને છે .
તેના ભાગરૂપે કુમાર પે સેન્ટર શાળા રાણા કંડોરણામાં આજની બદલાતી જીવન જીવવાની શૈલીને લીધે કેટલી આરોગ્ય સમસ્યા ઊભી થઈ રહી છે,આજે ભૌતિક સાધનોનો ઉપયોગ બંધ નહિ કરી શકીએ પણ તેના વપરાશ અંગે સાવચેતી તેમજ સાચી સમજણ હશે તો તેની આડઅસરથી બચી શકાશે અંગેની માહિતી સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી.
ત્યારબાદ બાળકોને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછી વિજેતા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર , સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,આચાર્ય ઠાકર રાજેશભાઈ, વરૂ, મહેશભાઈ,
ખુંટી વાલીબેન,ભેડા ઍભાભાઈ,
મોઢવાડીયા ધાનીબેન,
ચુડાસમા સુજીતભાઈ,ભાટુ જયશ્રીબેન,ઠાકર તેજલબેન,રાવલ ઋજુતાબેન,ભાટુ વિજયભાઈ તથા સમગ્ર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!