સુરક્ષા સેતુ અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માં સાયબર ક્રાઇમ સહિત ની માહિતી અપાઈ

સુરક્ષા સેતુ અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ જુનાગઢ તથા ડો. રવિ મોહન સૈની પોલીસ અધિક્ષક‌ પોરબંદરનાઓની સુચના અને ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામી પોરબંદર શહેરનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ મહિલા પોલીસ સ્ટેશન ના PI આર.એમ.રાઠોડ ના માર્ગદર્શન નીચે મહિલા સબંધી ગુન્હાઓનુ પ્રમાણ ઘટાડવા અને બાળકોમા ડ્રગ્સના સેવનથી થતા નુકશાન અંગે તેમજ સાયબર ક્રાઇમ વિષે જાગૃતિ લાવવા તેમજ ૧૮૧ હેલ્પ લાઇનનો ઉપયોગ કરવા અંગે પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.સૈયદ નાઓ તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા ભોજેશ્વર વિસ્તારમા આવેલ રૂપાડીબા કન્યા શાળામા તથા વી.જે.મોઢા કોલેજમા ડ્રગ્સના સેવનથી થતા નુકશાન અંગે તથા ડ્રગ્સ નુ સેવન ન કરવા અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો બાળકોને સાયબર ક્રાઇમ વિષે તેમજ ઇ.એફ.આઇ આર. અંગે માહિતગાર કરવામા આવ્યા. તેમજ ૧૮૧ હેલ્પ લાઇન બાબતે તેમજ ઘરેલુ હિંસાના બનાવ,મહિલાઓની છેડતીના બનાવને લગતા કોઇ પ્રશ્નો હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવેલ આ ઉપરાંત સાયબર ફ્રોડ, ઘરેલુ હિંસા, છેડતી તથા મહિલા/યુવતીને અત્યાચારને લગતી તમામ સમસ્યા અંગે કાયદાકીય માહિતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે બાબતે જાણકારી પુરી પાડવામાં આવી હતી. મોબાઈલમાં કોઈ અજાણી વ્યક્તિ હેરાન કરે, બ્લેકમેઈલિંગ કરે તો ગભરાવવા ને બદલે તાત્કાલિક વડીલો ને અથવા પોલીસને જાણ કરી દેવી જોઈએ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!