પોરબંદરમાં જાણીતા ઉદ્યોગપતિ,વકીલ અને વેપારીઓ નામના વૃક્ષોનું તેમના તથા તેમના પરિવારના સદસ્યોના હાથે થયું વાવેતર


આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત થયું આયોજન
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને 5000 થી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા ભોજેસ્વર પ્લોટ ખાતે જાણીતા ઉધોગપતિ શ્રી પદુભાઈ રાયચુરા ના હસ્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું તથા જાણીતા વેપારી શ્રી નીરજભાઈ મોનાણી ના પરિવાર દ્વારા વૃક્ષ રોપણ કરવામાં આવ્યું અને હરમોની સર્કલ રોડ ઉપર નમનિક્ત એડવોકેટ ભરતભાઈ ભોગીલાલ લાખાણી (વકીલ ) ના હસ્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું સ્વ :- નટુભાઈ બામણીયા પૂર્વ કાઉન્સિલર પોરબંદર નગરપાલિકા તેમના નામનું વૃક્ષ તેના પુત્ર ભરત ભાઈ બામણીયાના હસ્તે રોપવામાં આવ્યા સાથે કાંતાબેન જેન્તીલાલ જોશી નામનું વૃક્ષ તેમના પુત્ર ધવલભાઈ જોશી નગરપાલિકા કાઉન્સિલર સહ પરિવાર સાથે રોપણ કરવામાં આવ્યું હાલ 5000 થી પણ વધુ વૃક્ષો નું વાવેતર થયું ગયું છે પોરબરા ની પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી જનતા નો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રીન પોરબંદરને અને પોરબંદરને વધુ હરિયાળું બનાવવા માટે 15000 જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે ત્યારે પોરબંદરમાં ચો તરફ હવે હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે.
આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા શ્રી રામદેવભાઈ મોઢવાડીયા અને
પ્રવીણ ભાઈ ખોરાવા
કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર
ડો આશિષ સેઠ
ડો દર્શક પટેલ
પિયુષ ભાઈ મજીઠીયા
ભરતભાઈ રૂઘણી
ધવલભાઈ જોશી
એડવોકેટ નિલેશભાઈ ભૂતિયા
હાર્દિક તન્ના
રાજેશ કક્કડ
અશોક ચોહાણ
ચિરાગ ડાભી
સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
