ગુરુકુળ મહિલા કોલેજમાં યોગ દિવસની ઉજવણી સાથે પ્રવેશોત્સવ યોજાયો
યોગ: કર્મશુ કૌશલમ્ અને પાવકા ન: સરસ્વતી: ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોગ દિવસ અને પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયા….
દાયકાઓથી જ્ઞાનની જ્યોત પ્રજ્વલ્લિત કરી જ્ઞાનનું અજવાળું પાથરતી રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્ય ડૉ. અનુપમભાઈ નાગરની પ્રેરણાથી યોગ-વ્યાયામ-ખેલ-કુદ ધારા તેમજ એન.એસ.એસના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસ તેમજ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલી વિદ્યાર્થીનીઓનો
પ્રવેશોત્સવ ઉજવાયો. ‘યોગ: કર્મશુ કૌશલમ્’ અને ‘યોગ ભગાડે રોગ’ જેવી ઉક્તિને સાર્થક કરી કોલેજના પ્રાચાર્યશ્રી, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીનીઓએ વિવિધ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. જેમાં યોગગુરુ તરીકે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ રાણાવાવના રશ્મિ કુમાર તેમજ કોલેજના સ્પોર્ટ્સ ટીચર કુ. શેફાલી ટિંબા રહેલ. યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રાચાર્ય ડૉ. નાગર સાહેબ, ઉપાચાર્યા પ્રો. રોહિણીબા જાડેજા, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર તેમજ અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યા, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર્સ ડો. નયનભાઇ ટાંક અને રાજેન્દ્રભાઈ ચૌધરી તેમજ યોગ-વ્યાયામ-ખેલ-કુદ ધારાના અધ્યક્ષા પ્રો. શોભનાબેન વાળા અને સભ્ય પ્રો. રાજુભાઇ મોઢવાડિયાએ શ્રીમતી રશ્મિ કુમારજીનો સુતમાળા, ઉષ્મા વસ્ત્ર તેમજ મોમેન્ટો આપી આભાર પ્રગટ કરેલો.
કાર્યક્રમનાં દ્વિતિય તબક્કામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને આવકાર અપાયો. જેમાં કોલેજના વાઈસ પ્રિન્સીપાલ તેમજ હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાએ નવી આવેલી વિદ્યાર્થીનીઓનું શાબ્દિક સ્વાગત કર્યું. તેમજ દ્વિતિય અને તૃતીય વર્ષની વિદ્યાર્થીનીઓએ નવી આગંતુક બહેનોનું કુમકુમ તિલકથી સ્વાગત કરી મોઢું મીઠું કરાવ્યું. કાર્યક્રમનાં અંતમા હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા પ્રો. શોભનાબેન વાળાએ સૌનું આભાર દર્શન કરેલ.