કોર્ટના આદેશ અનુસાર બાળકને શોધી તેનો કબજો માતાને સોપી પ્રશંસનીય કામગીરી કરતી પોરબંદર પોલીસ

નામદાર ઉપલેટા કોર્ટને ૦૩ વર્ષના બાળકનો કબ્જો મળવા અંગે મળેલ અરજી અન્વયે નામદાર કોર્ટ દ્વારા બાળકને શોધવા થયેલ હુકમ અન્વયે બાળકને શોધી નામદાર ઉપલેટા કોર્ટમાં રજુ રખાવી નામદાર કોર્ટ મારફતે બાળકનો કબ્જો બાળકના માતાને સોંપી પ્રશંસનીય કામગીરી કરતો કીર્તિમંદિર ડી-સ્ટાફ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની સાહેબ દ્વારા નામદાર કોર્ટ તરફથી આવતા સમન્સ તથા વોરંટ તથા અન્ય નામદાર કોર્ટના હુકમોની અમલવારી સત્વરે કરવા કરેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીને ઉપલેટા કોર્ટ તરફથી ત્રણ વર્ષના બાળકનો કબ્જો મેળવવા માટે મળેલ હકમ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાહેબની સુચના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.પરમાર તથા ડી-સ્ટાફ PSI આર.કે.કાંબરીયા તથા ડી-સ્ટાફના માણસો છેલ્લા એક મહીનાથી બાળકને શોધી કાઢવા બાબતે ખાનગી રાહે વોચ તપાસ રાખી રહેલ હતા તે દરમ્યાન ડી.સ્ટાફના વિશાલભાઇ વિઝુડાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ૦૩ વર્ષનો બાળક હાલ જુનાગઢ ખાતેના ધારાગઢ દરવાજા ખાતે એક દુકાને ભાગ લેવા માટે આવેલ છે તેવી હકીકતના આધારે બાતમી વાળી જગ્યાએ બાળકના મોટા બાપુ વસીમભાઈ અકરમભાઇ સુમા રહે.બોખીરા આવાસ પોરબંદર મારફતે તપાસ કરાવતા બાળક ત્યા હાજર મળી આવતા બાળકને તેના મોટા બાપુ સાથે રખાવી નામદાર ઉપલેટા કોર્ટમાં રજુ કરતા બાળકનો કબ્જો તેની માતા સેનાઝબેનને સોપવા હુકમ કરતા ૦૩ વર્ષના બાળકનો કબ્જો તેની માતા સેનાઝબેનને સોપી છેલ્લા એક વર્ષથી નહી મળી આવતા બાળકને શોધી તેની માતા સનોજબેનને સોપી પ્રશંસનીય કામગીરી કરતો કિર્તિમંદીર ડી સ્ટાફ,
કામગીરી કરનાર
આ કામગીરીમા DYSP નિલમ ગોસ્વામી તથા કીર્તિમંદિર પો.સ્ટે.ના PI વી.પી.પરમાર, ડી-સ્ટાફ PSI આર.કે.કાંબરીયા, PSI આર.કે.ચાવડા, HC ભાવીન પી.કારણા, PC વિશાલભાઇ વિંઝુડા,જીતુ રાજશીભાઇ દાસા,અરવિંદ કાનાભાઈ શામળા,રાજુ દેવશીભાઈ ઓડેદરા,મસરીભાઇ કાનાભાઇ ભુતીયા,કીર્તિબેન ભરતભાઇ ઓડેદરા,રોકાયેલ હતા
