પોરબંદર માં કરોડો નું ફુલેકુ ફેરવનાર  દંપતિ સામે ફરિયાદ : અનેક લોકોની મુડી ફસાઈ

પોરબંદર માં ઉંચા વ્યાજ દરની લાલચ 70 લાખ ફસાયા ની બંટી બબલી સામે ફરિયાદ નોંધાઈ

3000 જેટલા થાપણ દારો સામે
650 થાપણદારો ની અરજી ઓ સામે આવી છે

થાપનદારોના 70 લાખ ની રકમ ફસાયની ફરિયાદ નોંધાઇ છે આ આંકડો 6 કરોડ સુધી પહોંચે તેવુ અંદાજવામાં આવી રહ્યું છે.

હાલ ગુજરાત માં બી ઝેડ કંપની દ્વારા ચલાવવામાં આવેલ બચત સ્કીમ નો પરદાફાસ થયો છે અને અંદાજિત 6000 કરોડની છેતરપીંડી નો આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસ ના હાથે ઝડપાઇ ગયો છે ત્યારે પોરબંદર માં પણ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના નામે બચત સ્કીમ ચલાવી લોકો ને વધુ વ્યાજ દર ની લાલચ આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

આ બાબતે ડીવાય એસપી વિરલ દલવાડીએ જણાવ્યું હતું કે પોરબંદર ના જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયાએ કમલાબાગ પોલીસ મથકે બંટી બબલી ની જેમ સ્કીમ આપી લોકો ને છેતરનાર સંજય વિનોદરાય દાવડા તેની પત્ની સપના દાવડા અને પુત્ર મનન દાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં
ગત તા.૦૧/૦૧/૨૦૧૫ થી તા.૦૪/૧૦/૨૦૨૪ સુધીમા પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટ શોપ નં.૧૦ ખાતે આવેલ એક દુકાન માં જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી હતી થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે રોકડ રકમ મેળવી સીકયુરીટી તરીકે રસીદ/ચેક આપી તથા દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી, દૈનીક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી લિધી હતી.

આ અંદાજિત 6 કરોડ જેટલી રકમ જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી પાછળથી આરોપી સંજય દાવડા તથા સપના દાવડા એ મંડળીના મેજેનર તથા ડાયરેકટરના હોદાની રૂએ પોતાની સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લઈ, થાપણદારો તથા સભાસદો તથા દૈનિક બચત ખાતા ધારકો પાસેથી મેળવેલ રકમ પરત નહી આપી. આરોપી મનને લીધેલ રકમ પરત અપાવી દેવાનો અવાર-નવાર વિશ્વાસ અપાવી,
પાસેથી તેના પોતાના તથા પરીવારના સભ્યોના એમ કુલ-રૂ|.૭૦,૭૩,૩૦૦/-તથા જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. પોરબંદરના આશરે સાડા છસો જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવી, રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી, મંડળીના મેનેજર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે જે
ગુજરાત પ્રોટેક્શન ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટ ની કલમ-૩ તથા ધી બેનીંગ ઓફ અને રેગ્લુલેટેડ ડીપોઝીટ સ્કીમ એકટ-૨૦૧૯ ની કલમ- ૨૧.૨૩ મુજબ આ કામના આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગુન્હામાં એક બીજાને મદદગારી કર્યા બાબતે ગુન્હો નોંધાયો છે .સમગ્ર પ્રકરણ મા આરોપી મનન દાવડા ને હસ્તગત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને અટકાયત ના પગલાં હાથ ધરાશે તેમ ડી વાય એસ પી એ જણાવ્યું હતું.

અંદાજીત 3000 જેટલા થાપણદારો ના 6 કરોડ જેટલા રૂપિયા ફસાયા

જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી અને શક્તિ કો ઓપરેટિવ સોસાયટી ના નામેં સંજય દાવડા તેની પત્ની સપના દાવડા અને પુત્ર મનન દાવડાએ સામાન્ય માં સામાન્ય લોકો પાસે થી મરણ મૂડી ના રૂપિયા પણ ફસાયા છે.જ્યારે આ બાબતે ડી વાય એસપી એ લોકો ને પણ આપીલ કરી હતી કે જો કોઈ લોકો ની મૂડી આ સોસાયટીમાં રોકાયેલ હોય તો કમલાબાગ પોલીસ નો સમ્પર્ક કરવો અને આ પ્રકારની લોભામણી સ્કીમ માં ફસાવવું નહિ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!