પોરબંદરમાં સૌ પ્રથમ જીએમસી સ્કુલ ખાતે કોમ્પ્યુટર અને ટેકનોલોજી ના કોર્ડિંગ વિષય પર અભ્યાસ ક્રમ શરૂ કરાયો
પોરબંદર ખાતે સૌ પ્રથમ વખત જીએમસી સ્કુલ ખાતે કોમ્પ્યુટર અને ટેકનોલોજી ના કોર્ડિંગ વિષય પર મહત્વ નો અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવે છે.
આજ રોજ તા ૩૦/૦૬/૨૦૨૩ ના રોજ જીએમસી સ્કુલ ખાતે કોર્ડિંગ જુનિયર સંસ્થા દ્રારા ઉદ્ઘાટન સમારોહ નું આયોજન કરવામાં આવેલ
આ ઉદ્ઘાટન સમારોહ માં જીએમસી સ્કુલ ના સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ નિશાબેન બાપોદરા, બાબુભાઈ કારાવદરા તેમજ કોર્ડિંગ જુનિયર ના નીકુંજભાઈ પંચમતિયા,ૠષીકાબેન હાથી સહિત ના સ્કુલ ના શિક્ષકો તેમજ વિધાર્થીઓ હાજર રહેલ
આ ઉદ્ઘાટન સમારોહ માં સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી ડો.વિરમભાઈ ગોઢાણીયા દ્વારા સ્કુલ માં શરૂ કરવામાં આવેલ કોર્ડિંગ ના અભ્યાસ ક્રમ ને આવકાયો હતો. આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજી ના યુગ માં કોર્ડિંગ ના મહત્વ,તેમજ સ્કુલ કક્ષા થી જ જો વિધાર્થીઓ ને આ બાબતે જરૂરી માર્ગદશન સાથે શિક્ષણ આપવામાં આવશે તો આગળના ઉચ્ચ અભ્યાસ ક્રમ માં તેમજ વ્યવહારુ જ્ઞાનમાં ખુબજ ઉપયોગી સાબિત થશે. આ તકે કોર્ડિંગ જુનિયર ટીમ નો આભાર માની વિધાર્થીઓને શુભકામના પાઠવેલ
જીએમસી સ્કૂલ ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા એ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે સ્કુલ હર હમેંશ વિધાર્થીઓને શિક્ષણ આપવા માટે પ્રયત્નશીલ રહી છે. અને ટેકનોલોજી ક્ષેત્રે વિધાર્થીઓમાં રૂચિ કેળવાય તેવા અભિગમથી સ્કુલ કક્ષાએ થી કોમ્પ્યુટર કોર્ડિંગ અભ્યાસ શરૂ કરવામાં આવેલ છે જે પોરબંદર ખાતે પ્રથમ હરોળની સ્કુલ રહી છે.
આ તકે જુનિયર કોર્ડિંગ સંસ્થા દ્વારા કોર્ડિંગ અભ્યાસ ક્રમનું નિકુંજભાઈ પંચમતિયા, ઋષીકાબેન હાથી તેમજ સાથે શિક્ષક દ્વારા કોડિંગ વિશેની માહિતી આપવામાં આવેલ
આજના ઉદ્ઘાટન સમારોહ માં વિધાર્થી તથા સ્કુલના શિક્ષકગણ તેમજ ટ્રસ્ટ ઓફિસનો તમામ સ્ટાફ હાજર રહેલ તેમજ આ સમારોહ ને બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.