પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા આદ્રા નક્ષત્ર નિમિત્તે યોજાયા સેવાકાર્યો

પ્રસુતાઓને શીરો અને દર્દીઓને મગના પૌષ્ટિક પાણીનું થયું વિતરણ

વિવિધ માનવસેવા કાર્યો દ્વારા યુવાનોએ બાંધ્યા પુણ્યના પોટલા

પોરબંદર શહેરમાં આદ્રા નક્ષત્ર નિમિત્તે સમય ગ્રુપના યુવાનોએ પુણ્યના પોટલા બાંધીને માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા પ્રસુતાઓને શીરો અને દર્દીઓને મગના પૌષ્ટિક પાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આજે માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર છે આ ખુબ જ મહત્વનો દિવસ છે.આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પુજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી,એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પુજા શરૂ થઈ,૧૦૦ મહાશિવરાત્રીની પુજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પુજાથી પ્રાપ્ત થાય છે અને તે દિવસ એટલે માગશર માસના આદ્રા નક્ષત્રનો છે
પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને ખરાઅર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યા છે,તે અંતર્ગત પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં પ્રસુતાઓને ગરમાગરમ પૌષ્ટિક આહાર શીરો આપવામાં આવ્યો હતો.તેમજ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીનારાયણને તંદુરસ્તી માટે મગનું ગરમા-ગરમ પાણી અપાયું
હતું આ સેવાયજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને દર્દીઓ જલ્દી સ્વસ્થ બની ઘરે જઈ શકે તેવા ઉમદા હેતુથી તમામ દર્દીઓને મગનું પાણી આપવામાં આવ્યું હતુ,આ મગના પાણીમાં હળદર,મીઠું,ધાણાભાજી,આદુ, લીંબુ, ટમેટાથી ભરપુર સ્વાદિષ્ટ મગનું પાણી આપવામાં આવ્યુ હતુ મગનુ પાણી બિમાર દદીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.પોરબંદરવાસીઓએ તેમના આ ઉમદા સેવાકાર્યને બિરદાવ્યું હતુ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!