ભારત વિકાસ પરિષદ,પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ ગુરુ વંદન છાત્ર અભીનંદન કાર્યક્રમની ઉજવણી

ગુરુપૂર્ણિમાના પાવન અવસર અન્વયે કુમાર શાળા પે સેન્ટર, નવાપરા પ્રાથમિક શાળા છાયા તથા નવયુગ વિદ્યાલય ખાતે “ગુરુ વંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમની ઉજવણી ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા કરવામાં આવી હતી.
આજરોજ ભારત વિકાસ પરિષદ,પોરબંદર દ્વારા ભારત વર્ષના પવિત્ર તહેવાર ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું મહત્વ સમજાવનાર આ કાર્યક્રમમાં ગુરુભક્તિ વિશેના વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાખાના સચિવ હરદત્ત પુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું,તેમના દ્વારા ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપવામાં આવી હતી. 1. કુમાર પે સેન્ટર શાળાના આચાર્ય મયુર કણસાગરા,હિતેશ ગઢીયા તેમજ અન્ય શિક્ષક મિત્રોની હાજરીમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ગુરુજનોનું ભાવભર્યું પૂજન કર્યું હતું. 2.નવાપરા પ્રાથમિક શાળામાંતેમના આચાર્ય હિરીબેન દાસાના માર્ગદર્શન હેઠળ હાજર રહેલા અલ્કાબેન ઠાકર,અન્ય શિક્ષક મિત્રો તેમજ 300 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક ગુરુજનોનું ભાવભર્યું પૂજન કર્યું હતું. વિશ્વા પરબત ઓડેદરા એ ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી હતી.
૩.નવયુગ વિદ્યાલય, પોરબંદર માં તેમના આચાર્ય તુષારભાઈ પુરોહિત સાથે અન્ય ગુરુજનો તથા 300 વિદ્યાર્થી ની હાજરીમાં ગુરુઓનુંપૂજન વિદ્યાર્થી દ્વારા સંસ્કૃતમાં શ્લોકનું પઠન કરી સમગ્ર વાતાવરણ ભાવમય બન્યુ હતું.તેમજ વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્ય વિશે સરસ વક્તવ્ય આપેલ હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં ત્રણેય શાળાના શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ અને ભારત વિકાસ પરિષદના પોરબંદરના અધ્યક્ષ રણજીત મોઢવાડિયા, સચિવ હરદત્તપુરી ગોસ્વામી, મહિલા સંયોજીકા ચંદ્રિકાબેન પરમાર,પ્રચાર પ્રસાર સંયોજીકા નિધિ બેન શાહ, મીનાક્ષીબેન ગજ્જર, સીમાબેન કોટક તથા પ્રદીપભાઈ ગજ્જર હાજર રહ્યા હતા.સમગ્ર વિદ્યાર્થીઓ ને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ હતું, સમગ્ર કાર્યક્રમના અંતે અધ્યક્ષ રણજીતભાઈ મોઢવાડિયા એ આભાર વિધિ કરી હતી.
