સાવરકુંડલા ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટની વાર્ષિક જનરલ બોર્ડની મિટીંગ મળી

04/07/2023
સાવરકુંડલા ખાતે પિરેતરીકત હઝરત સૈયદ સરકાર દાદાબાપુ કાદરી ફાતેમી ની હાજરીમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ ની વાર્ષિક જનરલ બોર્ડની મિટીંગ મળી.
● ગુજરાત ભરના અલગ-અલગ જીલ્લામાથી સાવરકુંડલા ખાતે કારોબારી સભ્યો આવી પહોંચ્યા હતા..
● મહત્વના મુદ્દાઓ પર સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા.
● કારોબારી સમિતિને જવાબદારીઓ સોંપવામાં આવી.
સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતની વાર્ષિક જનરલ બોર્ડની મિટીંગ સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ વચ્ચે સિપાઈ જમાતખાના,આઝાદ ચોક, સાવરકુંડલામાં મળી હતી. પિરેતરીકત હઝરત જનાબ સૈયદ સરકાર દાદાબાપુ કાદરી ફાતેમી મિટીંગની શરૂઆતથી અંત સુધી ખાસ હાજર રહ્યા હતા. અને જરુરી મુદ્દાઓ પર સુજાવો આપ્યા હતા.મિટીંગની શરુઆત સિપાઈ સમાજ ટ્રસ્ટ ની પરંપરા મુજબ જનાબ હાફિઝ કારી અકબર સાહેબ દ્રારા કુરઆન એ પાકની તિલાવત દ્રારા કરવામાં આવી હતી. હાફિઝ કારી અકબર સાહેબએ તિલાવત કર્યા બાદ હઝરત સૈયદ સરકાર દાદાબાપુની સુચના મુજબ કુરઆન એ પાક શરીફની જે સુરતની તિલાવત કરી હતી, તેનો અર્થ વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. તેમણે દુનીયાવી તાલીમ સાથે દિની તાલીમ પણ જરુરી છે તે જણાવવાની સાથે હઝરત સૈયદ સરકાર દાદાબાપુ આપણી નવી પેઢી ઉચ્ચ કક્ષાનો અભ્યાસ તો કરે જ સાથે સાથે ઈસ્લામની પણ સારી જાણકાર બને તે તેવુ ઈચ્છે છે તે જણાવેલ હતુ...ત્યારબાદ સાવરકુંડલા પ્રખ્યાત નાતખ્વા જનાબ સાહિલ સાહેબ ભૂરાની દ્રારા એક સુંદર નાત શરીફ પઢવામાં આવી હતી. અને હઝરત સૈયદ સરકાર દાદાબાપુએ વચ્ચે વચ્ચે એ નાત શરીફમાં રહેલ ધાર્મિક અર્થ હાજર તમામ હઝરાતને જણાવેલ હતા... સિપાઈ સમાજ ટ્રસ્ટના હાજર મેમ્બરો તથા જુદી જુદી ગામની સિપાઈ જમાતના પ્રમુખો તેમજ પ્રતિનીધીઓનો સાવરકુંડલાના સામાજિક કાર્યકર જનાબ સિરાજભાઈ ચૌહાણ દ્રારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ... સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના જનરલ સેક્રેટરી જનાબ અઝીઝભાઈ ચૌહાણ દ્રારા હઝરત સૈયદ સરકાર દાદાબાપુની હાજરીમાં જ સિપાઈ સમાજ ટ્રસ્ટની રચના થવાનુ કારણ જણાવી અને ટ્રસ્ટની શરુઆત થી અત્યાર સુધીની તમામ પ્રવૃતિઓ ટુંકમાં જણાવી છેલ્લા એક વર્ષની પ્રવૃતિઓ વિસ્તૃતમાં જણાવી હતી. વર્ષ ૨૦૧૪ માં સિપાઈ સમાજને જ્યારે કેન્દ્ર સરકારના ઓબીસીના સર્ટિફીકેટ મળવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા એક પ્રતિનીધી મંડળ દિલ્હી ગયુ હતુ. ત્યારે આ પ્રતિનીધી મંડળને પણ હઝરત સૈયદ સરકાર દાદાબાપુએ માર્ગદર્શન પુરુ પાડેલુ તેમજ અમરેલીના સાંસદ માનનીય શ્રી નારણભાઈ કાછડીયાને દિલ્હીમાં ફોન પર વાત કરી સિપાઈ સમાજને ઓબીસી નો પ્રશ્ન વહેલો ઉકેલાય એ માટે આવેલા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિનીધી મંડળના બનતી મદદ કરવા રજુઆત કરી હતી. અને એ ટુંક સમયમાં ઉકેલાય ગયો હતો. અઝીઝભાઈ ચૌહાણ દ્રારા જે સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા યતિમ-ત્યકતા વિદ્યાર્થિઓ માટેની સ્કોલરશીપ તથા જકાતલાયક વિદ્યાર્થિઓને આપવામાં આવતી સ્કોલરશીપ ક્યા ધોરણમાં કેટલી આપવામાં આવે છે, અને કઈ રીતે આપવામાં આવે છે, તેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી, અને ગત બે વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થિઓને આપવામાં આવતી સ્કોલરશીપની રકમમાં અલગ અલગ ધોરણમાં ૧૦ થી ૧૮ ટકા સુધીનો વધારો કરવામાં આવેલો તેમ જણાવેલ હતુ.
ત્યારબાદ સિપાઈ સમાજ ટ્રસ્ટના ખજાનચી જનાબ ફકૃદીનભાઈ કુરેશી દ્વારા ટ્રસ્ટનો વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, આવક-જાવક વિશે સૌને પુરે પૂરી પારદર્શક માહિતી આપી હતી, સાથે ટ્રસ્ટ દ્વારા જે સોશ્યલ મીડિયા મારફત જન્મ દિવસ, લગ્ન પ્રસંગની ખુશીમાં, લગ્ન જીવનની એન્વર્સીની ખુશીમાં, અન્ય કોઈ પણ ખુશીના પ્રસંગે તેમજ પરિવારના મર્હુમીન ના ઈસાલ એ સવાબ અર્થે જે ડોનેશન દાતાઓ દ્વારા આપવામાં આવે છે તેની પોસ્ટ સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિંનીધીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, અને તેને સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના નવ હજારથી વધુ જોડાયેલા સભ્યોના ફેસબૂક ગ્રુપમાં અપલોડ કરી અલગ અલગ ગામ ના સિત્તેર થી વધુ વોટ્સેપ ગ્રુપો માં શેર કરવામાં આવે છે અને તેમાં આવતી રકમ અને રકમના ઉપયોગ અંગે વિસ્તાપૂર્વક માહિતી આપી હતી…
મિટીંગના મુખ્ય મુદ્દાઓમાં સામાન્ય સભાસદની વાર્ષિક ફી રૂપિયા ૧૦૦ હતી એ વધારીના વાર્ષિક ફી રૂપિયા ૩૦૦ કરવામાં આવી હતી. બિઝનસ સિમીટ કરવી કે નહિં ? આ બિઝનસ સિમીટ શું છે, તેનાં વિશે માહિતી સિપાઈ સમાજ ટ્રસ્ટ પ્રમુખ ડૉ અવેશ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને આ મુદ્દા પર થોડી વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. જેમાં બિઝનેસ સિમીટ સમસ્ત મુસ્લિમ સમાજ માટે કરવામાં આવે અને બધાને નજીક પડે એવા સ્થળ પર કરવામાં આવે ઉપરાંત ઉતાવળ ન કરતા કારોબારી તથા બિઝનેસ સિમીટ માં માહિતી ધરાવતા લોકો સાથે મળી એક કાર્યક્રમ તૈયાર કરી પછી એનો અમલ થાય એવી રીતે આગળ કાર્યવાહી કરવી એવુ નક્કી સૌ સંમતિથી કરવામાં આવ્યુ હતુ.
સિપાઈ સમાજ ટ્રસ્ટને ડોનેશન આપતા દાતાઓનુ સન્માન કરવાનો કાર્યક્રમ યોજવો કે નહિં ? આ મુદ્દા પર સિપાઈ સમાજ ટ્રસ્ટના મેમ્બર તથા આવેલા અલગ અલગ જમાતના પ્રતિનીધીઓ દ્રારા આ કાર્યક્રમ કરવાની સૌ એ ના પાડી અને કારણ દર્શાવતા કહ્યું કે આ કાર્યક્રમમાં જો એક નુ સન્માન થશે અને બીજાનુ નહિં થાય તો મનદુઃખ થશે અને સંસ્થાને આવતા ડોનેશન પર પણ અસર થશે. માટે આ મુદ્દા પર ( દાતાઓનુ સન્માન કરવાના કાર્યક્રમ પર ) બધાની ના હોવાથી સન્માનનો કાર્યક્રમ રદ કરેલ છે.
સિપાઈ સમાજ ટ્રસ્ટના મેમ્બરો માટે મૃત્યુ સહાય યોજના ચાલુ કરવા પર પ્રથમ આ મુદ્દા પર કારોબારી દ્રારા આ બાબતમાં ચર્ચાઓ કરી માહિતી એકત્રિત કરી પછી આગળ વિચાર કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.
અલગ અલગ ગામમાંથી આવેલી સિપાઈ જમાત તથા સમાજ માટે ચિંતા સેવતા વ્યક્તિઓ દ્રારા પણ વિવિધ સુચનો આપવામાં આવ્યા હતા. જેમા સમાજ માટે જીવનસાથી પરિચય સમારોહ સાથે મેરેજ બ્યુરો પણ શરુ કરવામાં આવે,એ માટે પણ રજુઆત થઈ હતી. ઉપરાંત કોમ્પિટેટીવ એકઝામના ક્લાસીસ શરુ કરવામાં આવે વગેરે મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. અને સંસ્થાના પ્રતિનીધીઓ એના વિસ્તૃત જવાબો પણ આપ્યા હતા.
સંસ્થાના પ્રમુખ ડો.અવેશભાઈ ચૌહાણએ સિપાઈ સમાજ ટ્રસ્ટ એ ૮૦ જી સર્ટિફીકેટ ધરાવે છે, નીતિ આયોગમાં પણ રજીસ્ટર્ડ છે, સીએસઆર ૧ સર્ટિફીકેટ ધરાવે છે ઉપરાંત ISO 9001:2000 પ્રમાણિત ટ્રસ્ટ છે તેવી પણ જાણકારી આપી હતી, અને કાર્યક્રમના અંતે સાવરકુંડલા સિપાઈ જમાતના જનાબ ગુલજારભાઈ રાઠોડ દ્રારા આવેલ તમામ લોકોની આભાર વિધી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના મેમ્બરો તથા સિપાઈ સમાજ ટ્રસ્ટની મિટીંગમાં આવેલા સિપાઈ સમાજના હિતચિંતકો દ્રારા મિટીંગ બાદ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.તેવી યાદી સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત ના પ્રમુખ ડો.અવેશ.એ.ચૌહાણ સહમંત્રી ઇસ્માઇલખાન શેરવાની દ્રારા પાઠવામા આવી છે…
