VYO કેનેડા દ્રારા અન્ય 4 શહેરોમાં પુષ્ટી માર્ગીય વૈષ્ણવ હવેલી સંકુલ કાર્યરત થશે
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં ટોરોન્ટો બાદ
VYO કેનેડા દ્રારા અન્ય 4 શહેરોમાં પુષ્ટી માર્ગીય વૈષ્ણવ હવેલી સંકુલ કાર્યરત થશે
- વી.વાય.ઓ કેનેડાના તત્વાવધાનમાં વેંકુવર, ઍડમિન્ટન, કેલગરી, તેમજ ઓટાવામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી શ્રીનાથધામ હવેલી સંકુલનું આવનાર સમયમાં નિર્માણ હાથ ધરાશે.
- તમામ શહેરોમાં સંકુલ અર્થે જમીન સંપાદન કાર્ય પૂર્ણ ઉત્સાહ સાથે કાર્યરત બન્યું છે.
વિશ્વભરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અમૂલ્ય સંસ્કારો તેમજ સનાતન ધર્મની સુવાસને પ્રસરાવવા ધર્મ સેવા સાથે સામાજિક તમામ પેહલુઓને સ્પર્શતી સેવાઓ અર્થે અગ્રેસર વૈશ્વીક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(વી.વાય.ઓ) દ્વારા અનેકવિધ સેવાકીય યજ્ઞો વિશ્વના અલગ અલગ દેશો માં કાર્યરત છે.
શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં તાજેતરમાં જ વી.વાય.ઓ કેનેડાના તત્વાવધાનમાં કેનેડાના કૅલેડોન ટોરોન્ટો ખાતે “શ્રીનાથધામ વ્રજભૂમિ સંકુલ” ખાતે ભવ્યાતિભવ્ય શ્રીપ્રભુ સ્વરૂપ આવિર્ભાવ મહોત્સવ સંપન્ન થયો હતો. કેનેડાના હજારો ભાવિકજનો આ મહોત્સવમાં સંમલિત થઈને ભાવવિભોર બન્યા હતા.
હાલમાં પૂજ્ય વ્રજરાજકુમારજી જયારે કેનેડાના ધર્મ પ્રચાર યાત્રા અર્થે કેનેડાના અલગ-અલગ શહેરોમાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્યારે વી.વાય.ઓ કેનેડા દ્વારા તાજેતરમાં જ વેંકુવર ખાતે કાર્યક્રમ દરમ્યાન પૂજ્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી અને આપશ્રીના શુભાશિષથી એક જાહેરાત થઇ હતી જેના ભાગરૂપે કેનેડાના અન્ય ચાર શહેરો પૈકી વેંકુવર, ઍડમિન્ટન, કેલગરી, તેમજ ઓટાવામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી શ્રીનાથધામ હવેલી સંકુલનું આવનાર સમયમાં નિર્માણ હાથ ધરાશે
કેનેડાના ધર્મપ્રેમીજનો ભાવિકોની વર્ષો પર્યન્ત રહેલી આતુરતાસભર લાગણીઓને સનમાનીને પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી વી.વાય.ઓ કેનેડા દ્વારા આ અતિદીવ્ય ભગવદ મહામનોરથની જાહેરાત થઇ હતી. આ જાહેરાત થતા જ કેનેડા સ્થિત વૈષ્ણવ સમાજ એવમ ધર્મપ્રેમી સમુદાયમાં અવિરત આનંદની લાગણી વ્યાપી હતી અને સોશ્યિલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશના વૈષ્ણવોએ વધાઈ સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.