ઓનલાઈન જુગાર રમવા માટે પ્રેરિત કરતી એપ્લીકેશન અને જાહેરખબરો પ્રતિબંધ ફરમાવવા માંગ

મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમવા માટે પ્રેરિત કરતી એપ્લીકેશન અને જાહેરખબરો ઉપર તાત્કાલીક અસરથી પ્રતિબંધ ફરમાવવા માંગ
આધુનિક ટેક્નોલોજીએ વિકાસમાં સકારાત્મક યોગદાન આપ્યું છે પરંતુ સમાજ પર અને મુખ્યત્વે બાળકોના શૈક્ષણિક વિકાસ ઉપર અને યુવાનોની જીવન ગુણત્તા ઉપર તેની પછી નકારાત્મક અસરો મોબાઈલ ઉપર જુગાર રમાડતી એપ્લીકેશનો અને હોલીવુડ અને ક્રિકેટની નામાંકીત સેલીબ્રીટીઓ દ્વારા તેની જાહેરાતો કરવામાં આવી રહી છે. જેથી મોબાઈલ વપરાશ દરમિયાન જુદી – જુદી જુદી-જુદી એપ્લીકેશન અને યુ-ટ્યુબના વપરાશ દરમિયાન વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો તેમાં મુખ્ય ભાગ ભજવતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને યુવાનો આ જુગારની બદીમાં ફસાય છે અને હજારો – લાખો રૂપિયા ઓનલાઈન જુગાર રમાડતી ગેમો માં વેડફે છે અને બરબાદીમાં ધકેલાય છે.આ અંગે પોરબંદર ના એક સામાજિક અગ્રણી એ સૂચના પ્રસારણ મંત્રી ને રજુઆત કરી છે
જયારે કોઈ વિગત સર્ચ કરીને વિડીયો જોતા હોય ત્યારે જાહેરખબરના ભાગરૂપે ઓનલાઈન જુગાર રમાડતી ગેમો વચ્ચે વચ્ચે પ્રદર્શિત થતી હોય જેમાં વિદ્યાર્થીઓ રામ ભટકી રહયા હોય તેવા કેટલાક બનાવો ઉપરથી ફલિત થઈ રહયું છે. તિનપતિ રમીસર્કલ, ઓનલાઈન શેર ખરીદીના નામે ડે ટ્રેડીંગ કરાવતી લોભામણી જાહેરાતો લોભામણી જાહેરાતો વિદ્યાર્થીઓ અને યુવાનોના મગજ ઉપર અવળી અસર કરે છે. વિદ્યાર્થીઓ આ જાહેરાતમાં ઉંડે ઉતરે અને ધીમે ધીમે તેની આદત પડી જતી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહયા છે ત્યારે આ બાબતે સરકારે ઉડાણથી વિચારી, ઉચ્ચસ્તરીય તપાસ કરી તાત્કાલીક અસરથી આ પ્રકારની જાહેરાતો તેમજ આવી એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી દેશના યુવાધનના હીતમાં પોરબંદર પાલિકા ના કાઉન્સીલર અને સામાજિક આગેવાન ફારૂક સૂર્યા એ કેન્દ્રિય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની કુમાર તથા રાજ્યમંત્રી દેવું સિંહ ચૌહાણ અને વડા પ્રધાન સહિતનાઓને પત્ર પાઠવી રજુઆત કરી છે
