પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા પોલીસકર્મીના બાળકોનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર તરફથી પોરબંદર જિલ્લા એસ.પી. રવિ મોહન સૈનીની સુચનાથી પોરબંદર જિલ્લા પોલીસ કર્મચારીઓ ના(બાળકો) વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ કે જેમને 75% થી ઉપર માર્ક આવેલ હોય તેવા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓનો સરસ્વતી સન્માન સમારંભ ડિટીસી હોલ,પોલીસ હેડ ક્વાર્ટર,પેરેડાઈઝ ફુવારા પાસે,પોરબંદર ખાતે યોજાયો


તા. 7/7/2023 ને શુક્રવારે બપોરે 4:00 વાગ્યે ડિટીસી હોલ,પોલીસ હેડ ક્વાર્ટર,પોરબંદર ખાતે યોજવામાં આવેલ તેમાં 70 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા.આ ઉપરાંત ધોરણ 12 માં સારું પરિણામ મેળવે 3 પોલીસ પરિવારની વિદ્યાર્થીનીઓને આગળ અભ્યાસ અર્થે દરેક દીકરીને ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા ઉમાબેન ખોરાવાના વરદ હસ્તે ₹5000/- નું આર્થીક અનુદાન આપેલ છે.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી.ઋતુ રાબા એ પ્રવચન આપતા કહ્યું હતું કે પોલીસ પરિવારના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત આવું આયોજન કરવામાં આવેલ છે તે બદલ તેમના દ્વારા પાયોનિયર ક્લબ પોરબંદર તથા સાગરપુત્ર સમન્વય પોરબંદર નો પોલીસ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
આ આયોજનનું સમગ્ર સંચાલન પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર બોરીસાગર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સરસ્વતી સન્માન સમારંભ પોલિસ પરિવાર દ્વારા સાથ અને સહકાર મળવા બદલ ડી.વાય.એસ.પી.ઋતુ રાબા સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર બોરીસાગરનો ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા ઉમાબેન ખોરાવાએ આભાર માન્યો હતો.
આ અવસરે ક્લબના મેમ્બર્સ હરજીવનભાઈ કોટીયા, વિજયભાઈ ઉનડકટ,મહેન્દ્રભાઈ જુંગી,જ્યેન્દ્રભાઈ ખુંટી,લીલાબેન મોતીવરસ,દીપાબેન ચાવડા,સંગીતાબેન અમલાણી,હેતલબેન થાનકી, દીપાબેન પલાણ,મીનાબેન કોટીયા અને દીપ્તિબેન રાયમગીયા એ હાજરી આપી હતી.
આ પ્રોજેક્ટ ના ચેરમેન હેતલબેન સાણથરા હતા.
આ અયોજન ના દાતા પ્રવીણભાઈ ખોરાવા તથા ઉમાબેન ખોરાવા રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!