રીન્યુબલ એનર્જી ક્ષેત્રે પોરબંદરના યુવાને કાઠું કાઢ્યું

*******************************

વિન્ડ-સોલાર અને હાઇબ્રીડ રીન્યુબલ પ્રોજેકટ પ્લાન કરી દેશી,વિદેશી કંપનીને કન્સેપ્ટથી કમીશનીંગ સુધી ટર્ન કી રૂપમા પ્રોજેક્ટ કરી વાર્ષિક રૂ.૨૦ થી ૩૦ કરોડનું કરે છે ટર્ન ઓવર

*******************************

વર્ષ-૨૦૩૦ સુધી દેશમાં ૫૦૦ ગીગા વોટ રીન્યુબલ એનર્જીના ઉત્પાદનના વડાપ્રધાનશ્રીના સંકલ્પને આગળ વધારતા જયદીપ ગોરાણીયા

*******************************

સરકારની વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનથી જ્ઞાન મેળવી બિઝનેસ લોનથી બિઝનેસ સેટઅપ કર્યું

*******************************

સાફલ્ય ગાથા:- જીતેન્દ્ર નિમાવત

પોરબંદર તા.૬રીન્યુબલ એનર્જી (પુન:પ્રાપ્ય ઉર્જા) ક્ષેત્રે પોરબંદરના યુવાને કાઠું કાઢ્યુ છે. મેન્યુફેક્ચરીંગ ટ્રાન્શમીશન લાઇન અને સબ સ્ટેશન સ્ટ્રક્ચર મટીરીયલ્સ સોલારવિન્ડ ટાવર ઊભા કરીને દેશી,વિદેશી કંપનીને કન્સેપ્ટથી કમીશનીંગ સુધી પહોચાડી પ્રોજ્કટ પુરા કરી વાર્ષિક રૂ.૨૦ થી રૂ.૩૦ કરોડનું ટર્ન ઓવર કરનાર જયદિપ ગોરાણીયા પુન:પ્રાપ્ય  ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિન ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપનાર અને વર્ષ-૨૦૩૦ સુધી દેશમાં ૫૦૦ ગીગાવોટ રીન્યુબલ એનર્જીના ઉત્પાદનના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને આગળ વધારી રહ્યા છે.

૬૫થી વધુ લોકોને રોજગારી આપનાર પોરબંદરની વનાણા જી.આઇ.ડી.સીમા શ્રી આદિત્ય સીનર્જી પ્રાઇવેટ લીમીટેડના માલિક જયદિપભાઇએ કહ્યુ કે, “સરકારની જન કલ્યાણકારી યોજનાથી મને વિદેશ ઉચ્ચ અભ્યાસની લોન અને ત્યારબાદ બિઝનેશ લોન મળતા અમારા રીન્યુબલ એનર્જી વ્યવસાયને બુસ્ટ મળ્યુ હતું. સસ્ટેનેબલ એન્ડ રીન્યુબલ એનર્જીમાં વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન  મળી હતી. અભ્યાસ બાદ લોનની ભરપાઇ પુર્ણ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાઇ પટ્ટી વિસ્તાર રીન્યુબલ એનર્જી માટે અનુકૂળ પ્લેસ હોવાથી અને એ દિશામાં આગળ વધવા ઇચ્છતા જયદિપભાઇએ વધુમાં કહ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે, વર્ષ-૨૦૩૦ સુધીમાં દેશમાં ૫૦૦ ગીગાવોટ રીન્યુબલ એનર્જી જનરેટ થવુ જોઇએ અને મે પણ રીન્યુબલ એનર્જી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરેલ હવાથી એ દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યુ હતું. બિઝનેશ સ્ટાર્ટ કરવા માટે પ્રારંભિક આર્થિક સહકાર મળે તે માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ રૂ. ૪૦ લાખની લોન મળી જેમા સબસીડી પણ મળી હતી. આ પ્રક્રિયા માટે એસ.બી.આઇનો ખુબ સારો સહકાર મળ્યો હતો”.

વિદેશી કંપનીઓ માટે પણ પ્રોજેક્ટ ડેવલપ કરનાર જયદિપભાઇ સૌરાષ્ટ્ર-કચ્છની અલગ અલગ જ્ગયાઓ પર સોલારવિન્ડ ટાવરનુ સેટઅપ કરે છે. તેમણે કહ્યુ કે, “સ્થાનિક લોકોને પણ રોજગારી મળે છે.  બિન ઉપજાવ જમીનનો ઉપયોગ થાયને જમીન માલિકને તેનુ ભાડુ મળે4 સ્કૂલ કે આરોગ્ય કેન્દ્રોગૌશાળામાં  અમે આર્થિક સહયોગ પણ આપીએ છીએ.

ધીરજ અને સાહસ કરનાર યુવાનો માટે ઉદાહરણ રૂપ જયદિપભાઇ પર્યાવરણ મિત્ર બનીને ક્લિન ઊર્જા-ગ્રીન ઊર્જાના ઉત્પાદનનું સેટઅપ ઉભુ કરવાની સાથે તેમાથી સારુ એવુ આર્થિક વળતર મેળવીને અન્ય લોકોને પણ રોજગારી પુરી પાડે છે.

વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન અને ત્યારબાદ બિઝનેશ લોન મેળવીને રીન્યુબલ એનર્જી ક્ષેત્રે કાઠુ કાઢનાર યુવાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે એસ.બી.આઇ ટીમનો આભાર માની અન્ય યુવાનોને પણ સરકારની વિવિધ યોજનાઓ વીશે જાણકારી મેળવી ગમતા ક્ષેત્રે આગળ વધી સાહસ કરવા અપીલ કરી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!