Watch “પોરબંદર ના (વોર્ડ નં બે ) ખાપટ વિસ્તારની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત” on YouTube

ખાપટ વિસ્તારમાં કામ ન થતા હોવાના ભાજપના જ કાઉન્સિલરોએ જ કરી ઉગ્ર રજુઆત

પોરબંદરના ખાપટ વિસ્તાર વોર્ડ નંબર 2 માં છેલ્લા ઘણા સમયથી રસ્તાની સમસ્યા માથાનો દુખાવો બની છે અનેકવાર રજૂઆત કરવા છતાં લોકોની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો કાઉન્સિલરોને ફરિયાદો કરતા હતા પરંતુ હવે ભાજપ સાશીત નગરપાલિકા માં ભાજપ ના જ કાઉન્સિલરો એ મૌન તોડ્યું અને પોતાની અનેક વાર રજુઆત છતાં રસ્તા બાબતે કોઈ કામ ન થયા હોવાની ફરિયાદો ચીફ ઓફિસરને કરી હતી .

પોરબંદર શહેરના ના વોર્ડ નંબર 2 ખાપટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે ત્યારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી ન થતાં લોકો માં ઉગ્ર રોશ ફેલાઈ ગયો છે આ અંગે નગરપાલિકાના કાઉન્સિલર લખમણભાઇ અને મહેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અનેક લોકો અમને રજૂઆત કરે છે બે મહિના પહેલા અમે પણ નગરપાલિકા માં ભરતી બાબતે અરજી કરેલ હતી પરંતુ હજુ કોઈ કામ નથી થતું ત્યારે લોકો ને અમારે શું જવાબ આપવો તે મુશ્કેલી ઉભી થઇ છે. વર્ષ 2015 થી ખાપટ વિસ્તાર પોરબંદર નગરપાલિકામાં મળ્યો હતો ત્યારે આ વિસ્તારમાં 20,000 થી પણ વધુ લોકો વસવાટ કરતા હોય,ભૂગર્ભ ગટરની કામગીરી કોર્ટમાં હતી તેનું સોલ્યુશન બે વર્ષે આવ્યું . ત્યારબાદ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હજી આ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે લોકો મુશ્કેલીમાં મુકાય છે આ વિસ્તારમાં મોટાભાગે ખરાબા હોવાથી તેમાં પાણી ભરાય છે અને અદાણીની ગેસ લાઈનનું કામ ચાલુ હતું તે યીગ્ય રીતે ન થતું હોવાથી કામ રોકાવવામાં આવ્યું છે.બે મહિના પહેલા આ વિસ્તારમાં રસ્તા માં ભરતી અંગે રજુઆત કરી હતી છતાં કોઈ કામ ન થતા આજે ફરી રજુઆત કરીએ છીએ .

જ્યારે આ સમગ્ર બાબતે પોરબંદર નગરપાલિકા ના ચીફ ઓફિસર ભરત વ્યાસે મીડિયા ને જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકા ના વોર્ડ નંબર 2 ખાપટ વિસ્તારમાં હાલ ડ્રેનેજનું કામ ચાલુ છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તેમાં મટીરીયલ ભરતી બાબતે આદેશ કરવામાં આવ્યો છે અને ભરતી આવતાની સાથે જ આ કામ શરૂ થઈ જાય છે અગાઉ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ એક જુલાઈથી જ ચીફ ઓફિસર નો ચાર્જ લીધો હોવાથી આજે મારી પાસે પ્રથમ વખત આ રજૂઆત આવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!