પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરની કારોબારી અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


આજ રોજ તા. 10.07.23 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર ની કારોબારીની બેઠક માન. શ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સમગ્ર ભારત દેશ અને અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. અતિથિ વિશેષ તરીકે માન. સરદાસિંહ મચ્છાર તેમજ શ્રી દેવાયતભાઈ ભોળા ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર ની નવેસર થી રચના કરેલ છે. જેમાં વેજાભાઈ કોડિયાતર – મહા મંત્રી, મયુરસિંહ રાઠોડ – સંગઠન મંત્રી, લાખા ચુંડાવદરા – અધ્યક્ષ, ઉપાઘ્યક્ષ – મનસુખભાઈ સોલંકી અને લીલાભાઇ ચૌહાણ, મહિલા ઉપાધ્યક્ષ – જલ્પાબેન ગઢેચા, કોષાધ્યક્ષ – ભૂપતગિરિ ગોસ્વામી, મહિલા મંત્રી – મધુબેન નીમબાર્ક અને નીમુબેન સાદીયા, સહ સંગઠન મંત્રી – સુભાષભાઈ દવે, સહ મંત્રી – દેવરાજભાઈ મકવાણા, પ્રચાર મંત્રી – યોગેશ રાણા, આંતરિક ઓડિટર – ભરતભાઈ કેશવાલા, કારોબારી સભ્ય – ભાવિન કોરિયા, વિરમ કારાવદરા, નાથાભાઈ ચાવડા, મનહરસિંહ ડાભી, હસમુખભાઈ કંટારિયા ની ફરીથી વરણી કરી નવી ટીમ બનાવેલ છે.
ગુરુ વંદના નિમિતે ડૉ. યુ .ડી. મહેતા સાહેબ ઉદ્બોધન કરેલ છે. ડાયેટ પ્રાચાર્ય ડૉ. એ. વાય. રાઠોડ એ પ્રેરક ઉદ્બોધન કરેલ છે. કોષાધ્યક્ષ ભૂપતગિરિ ગોસ્વામી એ હિસાબો વાચી સંભળાવેલ હતા. મહા મંત્રી વેજાભાઈ કોડીયાતર એ ઠરાવોને બહાલી અપાવેલ હતી. ભીખાભાઈ પટેલ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત એ સંગઠન અને શિક્ષકોના પ્રશ્નો અંગે વિસ્તૃત અને રસભર પ્રવચન કરી સૌને મંત્રમુગ્ધ કરેલ હતા. તમામ પ્રશ્નોના નિરાકરણ અંગે ખાત્રી આપેલ છે અને સંગઠન માં સૌને વિશ્વાસ રાખી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરવાની નેમ વ્યક્ત કરેલ છે. રાણાવાવ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ રમેશભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ ડૉ. સોનલબેન અમૃતિયા અને ત્રણેય તાલુકાના કારોબારીઓએ હાજરી આપેલ હતી.
આ તકે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર વતી આમંત્રિત મહેમાનો અને હાજર રહેનાર કારોબારી સભ્યો, શિક્ષકોનો હ્રદય પૂર્વક આભાર માનવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન મયુરસિંહ રાઠોડે એ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા યોગેશ રાણા, ભાવિન કોરિયા, સંજય કોઠારી એ જહેમત ઉઠાવેલ હતી.
આભાર વિધિ સંજય કોઠારી ઉપાઘ્યક્ષ રાણાવાવ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહસંઘે કરેલ હતી.

