પોરબંદર ખાતે જીએમસી સ્કૂલ ખાતે 77 સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી
પોરબંદર ખાતે જીએમસી સ્કૂલ ખાતે 77 સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
77માં સ્વતંત્રતા દિન પર્વેની પોરબંદર ની જીએમસી સ્કૂલ ખાતે ધ્વજવંદન કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને ત્યારબાદ જીએમસી સ્કૂલ ખાતે ધ્વજવંદના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન કરવામાં આવેલ હતું .
શાળાના બેન્ડગ્રુપ દ્વારાસલામી પરેડ કરી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અતિથિઓને ધ્વજરોહણ માટે આમંત્રિત કર્યા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીશ્રી દેવાભાઇ ભૂતિયા તેમજ અતિથિઓ દ્વારા આપણા દેશની આન,બાન અને શાનના પ્રતિક તિરંગા રાષ્ટ્રધ્વજ નું ધ્વજારોહણ કરવામાં આવેલ હતું.
આ પ્રંસગે સંસ્થા ના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પોતાના પ્રેરક સંદેશામાં જણાવેલ કે આપણા દેશની સ્વતંત્રતા માટે લોકોના બલિદાનને યાદ કરી આપણી આ સ્વતંત્રતાને જાળવવા સૌને એક સાથે થઇ અવગુણો રૂપી ગુલામીમાંથી મુકત બની સર્વાંગી વિકાસ સાંધવા આહવાન કરેલ તેમજ વિદ્યાર્થીઓને આળસરૂપી ગુલામીમાંથી મુકત થી શૈક્ષણિક વિકાસની સફળતા પ્રાપ્ત કરવા ભાર મુકેલ હતો આ સાથે સૌને સ્વતંત્રતા દિન ની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
સ્વતંત્રતા દિન ની ઉજવણી નિમિતે જીએમસી સ્કૂલ ના બાળકો દ્વારા જ તૈયાર કરેલા વિવિધ સાંકૃતિક કાર્યકમો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કાર્ય હતા તેમજ સમગ્ર કાર્યકમનું સંચાલન સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કાવામાં આવેલ હતું.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના ઉપપ્રમુખ નવઘણભાઇ મોઢવાડીયા. કારાભાઇ કેશવાલા થતા અરજનભાઇ ખિસ્તરીયા તેમજ સ્કૂલ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપભાઈ ઓડેદરા, પ્રીસ્કૂલ કોડીનેટર હેતલ દવે,અનિલ જોશી,મેહુલભાઈ થાનકી સહિતના જીએમસી સ્કૂલ પરિવાર તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ થતા સ્કૂલ ના વિદ્યાર્થીઓ સાથે રહી 77માં સ્વતંત્રતા દિન ની ઉજવણી કરી હતી.