પોરબંદર GMC શાળામાં ઇન્ટરવ્યૂ સ્કિલ્સ પર ટ્રેનીંગનું આયોજન કરાયું.


પોરબંદરમાં જીએમસી સ્કૂલ માં ધોરણ ૧૨ ના વિધ્યાર્થીઓ માટે લાઈફ મેનેજમેંટ કોર્ષના ભાગરૂપે “ઇન્ટરવ્યૂ સ્કિલ્સ “ પર ટ્રેનીંગનું આયોજન કરાયું.

પોરબંદરની જાણીતી જીએમસી સ્કૂલ વિધ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અવનવા કાર્યક્રમો કે જેમાં વિધ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થઈ શકે અને એમના ભવિષ્ય માટે એમને સાચું માર્ગદર્શન આપી શકાઈ એવા અવિરત પ્રયત્ન કરતી રહે છે. જીએમસી સ્કૂલમાં ધોરણ 11 અને 12 ના વિધ્યાર્થીઓને એમની કારકિર્દીમાં ઉપયોગી થઈ શકે એવા લાઇફ મેનેજમેંટ કોર્ષનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે વિધ્યાર્થીઓને આ અઠવાડિયે હંમેશા અવનવા પ્રયત્નો દ્વારા પોતાના વિધ્યાર્થીઓમાં નવી આવડત વિકસિત થાય એના ભાગરૂપે આજે “ઇન્ટરવ્યૂ સ્કિલ્સ” વિષય પર પ્રેક્ટિકલ ટ્રેનીંગનું આયોજન કરાયેલું. આ વર્કશોપ માં વિધ્યાર્થીઓને રિઝયુમ કેવી રીતે બનાવું?, ઇન્ટરવ્યૂ પેહલા કઈ કઈ તૈયારી કરવી?, ક્યાં પ્રકારની જોબ માટે ક્યાં પ્રકારના કપડાં પેહરી ઇન્ટરવ્યૂમાં જવું ?, ક્યાં ડૉક્યુમેન્ટ સાથે રાખવા?, કઈ કઈ વસ્તુ ઇન્ટરવ્યૂ દેવા જઈએ ત્યારે સાથે લઈ જવી ? ક્યાં પ્રકારના ઇન્ટરવ્યૂ ટાસ્ક હોય શકે, ઇન્ટરવ્યૂમાં બોડી લેન્ગ્વેજ, હૅન્ડ શેક વગેરે કેવી રીતે કરવું ? ? એનું સચોટ માર્ગદર્શન આપેલું. સાથે પ્રોજેક્ટર પર વિડીયો દ્વારા પ્રેક્ટિકલ ડેમો સમજાવેલા. પ્રેક્ટિકલ ઇન્ટરવ્યૂ કઈ રીતે હોય એનું ડેમો આપી વિધ્યાર્થીઓએ 2 -2 લોકોની જોડી માં અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ કરી ડેમો આપ્યા હતા. જેમાં 1 વિધ્યાર્થી ઇન્ટરવ્યૂ આપ્યું 1 વિધ્યાર્થીએ લીધું એવા અલગ અલગ વિષય પર ડેમો આપેલા. બાકીના વિધ્યાર્થીઓએ એ ડેમો માં શું ભૂલ હતી અને શું સૌથી સારું હતું એ ડિસ્કશન કર્યું. એ લોકોએ પોતાના વિચારોની આપ-લે કરી. સાથે વિધ્યાર્થીઓ જો ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરે તો ક્યાં પ્રકારના વ્યવસાય માટે કેવા પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવી ? માત્ર ઇન્ટરવ્યૂ કઈ રીતે દેવું એટલુ જ નહિ પરંતુ ઇન્ટરવ્યૂ લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? બધા વિધ્યાર્થીઓ ઇન્ટરવ્યૂના ડ્રેસિંગ માં આવેલા. જીએમસી સ્કૂલનાં વિધ્યાર્થીઓનો આ મેહનત અને પ્રયાસની સરાહના ટ્રસ્ટી શ્રી દેવાભાઈ ભૂતિયા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિશાબેન બપોદરાએ વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. પોરબંદરમાં જીએમસી સ્કૂલ હંમેશા બાળકોના સંપૂર્ણ વિકાસ માટે કાર્યરત રહે છે જેમાં વિધ્યાર્થીઓને ધોરણ 12 પછી પણ એ લોકો જીવનમાં પ્રગતિ કરે એવા સ્કિલ ડેવલપમેંટના કાર્યક્રમ કરે છે. જીએમસી સ્કૂલ માત્ર પુસ્તકિયું જ્ઞાન નહિ 21 મી સદીની જરૂરી આવડતોનું પણ ટ્રેનીંગ આપે છે. આ ટ્રેનીંગ માટે જીએમસી સ્કૂલનાં કાઉન્સેલર અને સાઇકોલોજી ફેકલ્ટી શિવાનીબેન સામાણીએ મોરચો ઉઠાવેલો. જેઓ છેલ્લા ૫ વર્ષથી સાયકોલોજી ટ્રેનર તરીકે કામ કરી હજારો વિધ્યાર્થીઓને અલગ અલગ વિષયો પર ટ્રેનીંગ આપવાનો અનુભવ છે. વિધ્યાર્થીઓ પણ આ ટ્રેનીંગ લઈ આનંદિત અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવી રહ્યા હતા. આ વર્કશોપમાં ધોરણ ૧૨ના વિધ્યાર્થીઓએ ઉમંગભેર અને ઉત્સાહસભર ભાગ લઈ આ વર્કશોપને સફળ બનાવ્યો. આ સેમિનારને સફળ બનાવવા માટે જીએમસી સ્કૂલ ના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા અને ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ જીએમસી સ્કૂલના કોઓર્ડિનેટર પ્રતાપભાઈ ઓડેદરા, જીએમસી સ્કૂલના કાઉન્સેલર શિવાનીબેન સામાણી, અને સ્કૂલના તમામ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી. આ સેમિનાર પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિશાબેન બાપોદરાએ પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!