Watch “પોરબંદર રેડક્રોસ દ્વારા ફસ્ટ એઈડ તાલીમ કોર્ષ શરૂ કરાયો” on YouTube
પ્રાથમિક સારવારના સર્ટી માટે રેડક્રોસ ઓફિસે અરજી કરવા જણાવાયું
પોરબંદર રેડક્રોસ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓની સાથે સાથે સરકાર માન્ય વિવિધ તાલીમ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં પોરબંદર રેડક્રોસ ઓફિસ ખાતે મહિનામાં બે દિવસ પ્રાથમિક સારવારનો સરકાર માન્ય કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં એસટી વિભાગમાં ડ્રાઇવર અને કંડકટરની ભરતી આવી રહી છે તેમાં ફસ્ટ એઈડની તાલીમનું પ્રમાણપત્ર ફરજીયાત હોય છે, આ ઉપરાંત સરકારી અને ખાનગી ફેકટરીઓમાં પણ નોકરી સમયે ફસ્ટ એઈડનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે.
આથી આવી તમામ નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોને પ્રાથમિક સારવારનું પ્રમાણપત્ર મેળવવા ભાવસિંહજી હોસ્પિટલ પાછળ આવેલ રેડક્રોસ ઓફિસ પોરબંદર ખાતે આધારકાર્ડ, લિવિંગ સર્ટી અને પાસપોર્ટ સાઈઝના બે ફોટા સાથે અરજી કરી આપવા પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબર સોરઠીયા અને ફસ્ટ એઈડ સમિતિના કન્વીનર અરવિંદ રાજ્યગુરુની યાદીમાં જણાવાયું છે.