વીમાકંપનિએ પ્રિમિયમ વસુલી લીધા બાદ ઓચિંતી પોલીસી બંધ કરી દેતા અને પ્રિમિયમની ભરેલ રકમ પરત નહી ચુકવતા ફરીયાદ
પોરબંદર ખાતે ખીજળી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં આવેલ નામી કંપનિ આઇ. સી. આઇ. સી. આઇ. પૂડન્શ્યલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનિએ પોતાના ગ્રાહક પાસેથી સતત ત્રણ વર્ષ સુધી પિમિશ્ચમ વસુલ્યે રાખ્યા બાદ અચાનક અને ગેરકાયદેસર રીતે એકતરફી નિર્ણય લઇ પોલીસી કવર પીરીયડ દરમ્યાન જ પોલીસી બંધ કરી દીધેલ છે. તેમજ ભરેલ પ્રિમિયમના પૈસા પણ પરત આપવાનો નનૈયો ભણી દેતા પોરબંદરના જાગૃત નાગરીકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કંપનિ સામે ડો. ૨,૫૦,૦૦૦/- ના વળતરનો દાવો દાખલ કરેલ છે.
→ આ કેસની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે પરેશનગર, છાયામાં રહેતા મેરૂ વજશી કારાવદરા એ પોરબંદરના જાણીતા અને વિદ્વાન વકિલ વિજયકુમાર પંડયા દ્વારા આઇ. સી. આઇ. સી. આઇ. પ્રુડેનશીયલ લાઇફ ઇન્સ્યોરન્સ નામની વીમા કંપનિ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પોતાની ગેરકાયદેસર રીતે બંધ કરી દીધેલ પોલીસી ફરીથી ચાલુ કરવા અથવા ભરેલા પ્રિમિયમના પૈસા ખર્ચ વ્યાજ સહિત ચુકવી આપવા અંગેનો સમાજમાં દાખલો બેસે તે પ્રકારનો દાવો દાખલ કરેલ છે. જે દાવાની વિગતો મુજબ મેરૂભાઇએ આ વીમા કંપત્તિમાંથી ‘આઇ. સી. આઇ. સી. આઇ. ફ્યુચર પરફેકટ’ નામની વીમા પોલીસી ખરીદ કરેલ હતી. અને તેના ત્રણ વર્ષ સુધી પ્રિમિયમની પુરપુરી રકમ વીમા કંપનિએ વસુલી લીધા બાદ ગ્રાહકને અચાનક અને ગેરકાયદેસર રીતે પોલીસી એકાએક બંધ કરી દીધેલ જેની જાણ પણ ગ્રાહકને કરેલ નહી. જયારે આ ગ્રાહક ચોથા વર્ષના પ્રિમિયમ યુ થતા કંપત્તિમાં ભરવા જતા કંપનિએ પોલીસી ચાલુ જ ન હોવાનુ જણાવેલ છે. જેથી ગ્રાહકને છેતરાયા હોવાનો અહેસાસ થતા કંપનિમાં તપાસ કરતા અને પોલીસી ફરીથી ચાલુ કરી આપવા વિનંતીઓ કરેલ અને વિકલ્પે ભરેલ પ્રિમિયમ પરત ચુકવી આપવા જણાવેલ. જેની સામે વીમા કંપનિએ સ્પષ્ટ નનૈયો ભણી દેતા અને ગ્રાહક સાથે ઉશ્કેરણી જનક વર્તન કરતા તેણે ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વીમા કંપત્તિ સામે વળતર વસુલાતનો દાવો દાખલ કરતા ચકચાર મચી જવા પામેલ છે.