સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન 2023 નું ભવ્ય આયોજન

આગામી 23 જુલાઈ એ માતા કે પિતા વિહોણી નિરાઘાર 10 દીકરીઓ ધામધુમ પૃવૅક માંડશે પ્રભુતામાં પગલાં
આગામી 23 જુલાઈ 2023 ના રોજ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ એરપોર્ટ રોડ માધવાણી કોલેજ પાસે દ્વિતીય સર્વજ્ઞાતિય ૧૦ નિરાઘાર દિકરીઓનુ સમૂહલગ્ન 2023 નું આયોજન કરવામાં આવ્યું છે સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ના સંસ્થાપક વિનેશ ગોસ્વામી એ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતી સવૅજ્ઞાતિ ની જરૂરિયાતમંદ 10 નિરાઘાર દીકરીઓના સમૂહ લગ્ન 23 જુલાઈ ના રોજ નિર્ધારિત કરેલ છે જેમાં આ તમામ દીકરીઓ જે માતા કે પિતા વિહોણી અને આથીકૅ રીતે ગરીબ છે આથી આપણી સામાજિક મદદ અથૅ આ આપણી દિકરીઓ ની જેમજ તમામ રીતરીવાજો અને ૧૦૦ જેટલી કરિયાવર ચીજવસ્તુઓ ભેટ અપાશે સાથે (સરકારશ્રી ની સમુહલગ્ન સહાય યોજના) અંતર્ગત દરેક યુગલો ને મળશે રોકડ સહાય પોરબંદરના સેવાભાવી કમૅવીર અને દિલેર દાતાશ્રી ઓને નમ્ર અપીલ છે કે દીકરીઓને કરિયાવર પેટે રોકડ રકમ અથવા કરિયાવર વસ્તુદાન સપ્રેમ ભેટ આપવા કરુણામય સામાજિક સેવા કાર્યમાં સહભાગી બનવા નમ્રઅપીલ કરી હતી.
પોરબંદરમાં વર્ષોથી સ્વસ્તિક ગ્રુપ પોરબંદર 35 પ્રકારની વિવિધ સેવાઓ અવિરત આપી રહ્યુ છે. ગત વર્ષની સફળતા બાદ ફરી થી આ વર્ષે દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે દાતાશ્રીઓને રોકડ અનુદાન તથા કરિયાવર નોંધાવવા માટે કમલાબાગ પાસે ,એમ ઇ એમ સ્કૂલ સામે આવેલ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ની ઓફિસ વિનેશ ગોસ્વામી ફોન નંબર 87 5 87 25 25 8 ઉત્સવ રૂપારેલીયા 99096 50143 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું
