Watch “ધી પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા ભવ્ય સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન યોજાશે” on YouTube

ધી પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભવ્ય સિલ્વર જુયુબેલી સેલિબ્રેશન નું આયોજન

પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 25 વર્ષ પૂર્ણ થતા આગામી 22 જુલાઈ 2023 ના રોજ નટવરસિંહજી ક્લબ રોડ પર આવેલ મોહનભાઈ કોટેચા તાજા વાલા લોહાણા હોલ ખાતે ભવ્ય સિલ્વર જુબેલી સેલિબ્રેશન પદગ્રહણ વિધિ સમારોહ નું આયોજન પણ કરવામાં આવ્યું છે

પોરબંદરમાં ધી પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
ના 25 વર્ષ પૂર્ણ થતા આજરોજ એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ અનિલભાઈ કારિયા તથા પદુભાઈ રાઈચુરા સહીત ના અન્ય આગેવાનોએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 22 જુલાઈના રોજ પોરબંદરના મોહનભાઈ કોટેચા તાજા વાલા લોહાણા મહાજન વાડી ખાતે સાંજે છ કલાકે ભવ્ય સિલ્વર જુબેલી સેલિબ્રેશન સાથે પદગ્રહણ વિધિ સમારોહ યોજાશે આ ઉપરાંત શહેરના રિટેલ હોલસેલ વ્યાપાર ધંધાર્થીઓ મોલ કલ્ચર સામે સફળતા કેમ મેળવશો તે અંગે વક્તા બરકત ભાઈ પંજવાણીનું અતિ ઉપયોગી
વક્તવ્ય આપશે. આ ઉપરાંત 1998 થી શરૂ થયેલ ડીસ્ટ્રીક ચેમ્બર અને યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા આ શહેરમાં અનેક વ્યાપાર ઉદ્યોગના વિકાસમાં ઉદ્યોગિક અને વ્યાપારિક સેમીનારો વગેરે સાથે શહેરના અનેક પ્રોજેક્ટ જેવા કે કમલા નેહરુ બાગથી બિરલા સુધીના રોડ 2002 થી 2020 ઉપરાંત કીર્તિ મંદિર ખાતે ગાંધીજીની ફોટો ગેલેરી આ ઉપરાંત ચોપાટીનું 1998 ના વાવાઝોડા બાદ નવસર્જન મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાલા , સ્વામી જ્ઞાનવત્સલદાસજી તથા રાજકોટ ના સુવિખ્યાત ઉદ્યોગપતિ ઓ ના વક્તવ્ય જેવા યુવા ચેમ્બર દ્વારા કાર્યક્રમમાં આપેલ તેની વિશિષ્ટ માહિતી આપતા સુવિનિયર નું વિમોચન કરવામાં આવશે આ ઉપરાંત પદગ્રહણ સમારોહ પણ યોજાશે જેમાં પોરબંદરના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!