હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’માધવપુરમાં સવારે પ્રભાતિયા ગવાયા

મત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ના કલાકારો દ્વારા પ્રભાતિયા પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાયો
૦૦૦
પોરબંદર જિલ્લાનું માધવપુર માધવમય બની ગયું છે. આજે તા. 17 એપ્રિલના રોજ સાંજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મેળા ગ્રાઉન્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે.
એ પૂર્વે માધવપુરમાં મેળા નો માહોલ જામ્યો છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ , ગાંધીનગર દ્વારા માધવપુરમાં વિવિધ ટીમો સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી કરી રહી છે જે અંતર્ગત જિલ્લા તંત્રના સંકલનથી વિવિધ કલાકારો માધવપુરમાં પહોંચ્યા છે.
ગુજરાતના વિવિધ ગીત સંગીત સંસ્થાઓના કલાકારોના વૃંદે આજે માધવપુર ની શેરીઓમાં પ્રભાતિયા ગાયા હતા. નરસિંહ મહેતાની રચનાઓ પદો ની પ્રસ્તુતિથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધૈણમાં કોણ જાશે, વૈષ્ણવજન તો તેને કહીએ, સહિતના પદો થી રહેવાસીઓ અને ભક્તો પણ પ્રફુલિત થયા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!