લાયન વર્ષ 2023-24 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હિરલબા જાડેજા નુ ભારત આવતા ભવ્ય સ્વાગત કરાયું


આપણા લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ ડીસ્ટ્રીકટ 3232-જે ના લાયન વર્ષ 2023-24 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હિરલબા જાડેજા નુ ભારત આવતા ભવ્ય સ્વાગત કરાયું

શપથ બોસ્ટન- યુ.એસ.એ. ખાતે લઈને એમજેએફ લાયન હિરલબા જાડેજા તાજેતરમાં ભારત આવી ચૂક્યા છે.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા  ભારત ફરતા સૌએ હુંફાળો આદર સત્કાર અને સ્વાગત કરેલ….

સૌપ્રથમ રાજકોટ મુકામે પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર હીરલબા ને  ભુપેન્દ્રસિંહજી જાડેજા ના વડપણા હેઠળ પૂર્વ ગવર્નર  સુરેશભાઈ સંઘવી, પૂર્વ ગવર્નર  હિતેશભાઈ કોઠારી, પૂર્વ ગવર્નર શ્રી ભાવનાબેન કોઠારી, પૂર્વ ગવર્નર  હિતેશભાઈ ગણાત્રા, પૂર્વ ગવર્નર  રમેશભાઈ પટેલ, પૂર્વ ગવર્નર  દિવ્યેશભાઈ સાકરીયા, ઇમીડિયેટ પૂર્વ ગવર્નર  એસ. કે. ગર્ગ,સાહેબ સત્કાર સમારંભ માટે ઉપસ્થિત રહ્યા હતા… સાથોસાથ ફર્સ્ટ વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા અને સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન અભયભાઈ શાહ પણ ઉપસ્થિત રહેલા….
રાજકોટની તમામ લાયન્સ કલબ જેવી કે લાયન્સ કલબ રોયલ સિટી,લાયન્સ કલબ પ્રાઈડ,લાયન્સ કલબ આવકાર,લાયન્સ કલબ મિડટાઉન,લાયન્સ કલબ ક્રાઉન, લાયન્સ કલબ સિલ્વર
ના સિનિયર લાયનસાથીઓએ પણ ખૂબ ઉમળકાભેર ગવર્નર લાયન હિરલબેન જાડેજા નું સન્માન કરેલું હતું…રીજીયન ચેરમેન લાયન પૂર્વીબેન સાકરીયા, ઝોન ચેરમેન મીતેશભાઈની પણ ઉપસ્થિતિ રહેલ,આ તકે ભુપેન્દ્રસિંહજી જાડેજા દ્વારા સહુ માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ અને સૌએ સાથે મળીને વિચારોની આપ-લે અને અનુભવોના આદાન-પ્રદાન કરેલ….
રાજકોટથી પોરબંદર જતાં જેતપુર લાયન્સ ક્લબ દ્વારા પણ આવકારનો કાર્યક્રમ આયોજિત હોય તેમાં જેતપુર-રોયલના પ્રમુખ યતિનભાઈ ઠુંમર અને પૂર્વ ગવર્નર  ધીરજલાલ રાણપરીયા અને સમગ્ર ટીમ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ. આદરણીય ગવર્નર હિરલબા જાડેજા ને સાલ ઓઢાડી અને સાથે આવેલ ટીમને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા..તે ઉપરાંત જેતપુરની લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર ડો.પી.સી.જોશી સાહેબ ઉપરાંત રિજીયન ચેરમેન, ક્લબ પ્રેસિડેન્ટ,લીઓ ડિસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ અને ક્લબના સભ્યો એ ઢોલ શરણાઈથી ઉષ્માસભર સ્વાગત અને અભિવાદન કરેલ હતું અને સતત શ્રાવણી વરસાદ સાથે ઘરઆંગણે પોરબંદર ડિસ્ટ્રીક્ટ ગવર્નર પહોંચ્યા ત્યારે લાયન્સ ક્લબ પોરબંદરના past ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણી અને સીનીયર પાસ્ટ
પ્રમુખ ડૉ સુરેશભાઈ ગાંધી , જેડ સી પંકજભાઈ ચંદારાણા,ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રાજુભાઈ લાખાણી,સુભાશ ભાઈ, વ્રજ લાલ સામાણી , ક્લબ સેક્રેટરી અજય દત્તાણી, જોઇન્ટ સેક્રેટરી હરદત ભાઈ ગોસ્વામી, વગેરે સમગ્ર ટીમ દ્વારા અદ્ભુત સ્વાગત થયેલ હતું… લાયન્સ ક્લબ પોરબંદર પ્રમુખ લાયન નિધિ શાહ મોઢવાડિયા એ કંકુ તિલક કરી ને વધાવયા હતા… બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે સમગ્ર ટીમ એ ખૂબ સુંદર સ્વાગત કરી ને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ને એમના નિવાસ સ્થાન સુરજ પેલેસ લઈ ગયા હતા…ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા પરિવાર ના બધાં જ સભ્યો એ ખૂબ જ અનેરી રીતે સ્વાગત કરીને બધા ને મંત્ર મુગ્ધ કરેલ હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબેન જાડેજા ની આરતી ઉતાર્યા પછી બહેન  એ ફૂલ ગાલીચા પર ગૃહ પ્રવેશ કરેલ અને બધા ને બોસ્ટન શપથ વિધિ ના અનુભવ કહેલ અને બહેન શ્રી એ મહેમાનગતિ પણ કરેલ હતી… છેલ્લે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી જગુભાઇ હાથી એ આભાર વિધિ કરેલ હતી….

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!