પોરબંદરમાં રન ફોર વોટના કાર્યક્રમમાં લોકોએ મતદાન જાગૃતિ માટે દોડ કરી


ર


રન ફોર વોટમાં જોડાયેલ લોકોએ મતદાનનો મહત્વનો સંદેશ લોકોના ઘર ઘર સુધી પહોંચાડયો : કલેકટર શ્રી કે. ડી.લાખાણી
પોરબંદરમાં સ્વીપ નોડલશ્રી અને રમત ગમત કચેરી તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિનો સંદેશ આપતી મહારેલી રન ફોર વોટ યોજાઇ
૦૦૦
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી આપી મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું
પોરબંદર, તા.૫
લોકસભાની ચૂંટણી સંદર્ભે સૌ લોકો અવશ્ય મતદાન કરે એવા અભિયાન સાથે આજે પોરબંદરમાં રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત
અને ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.ડી. લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ, નોડલ ઓફિસરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ શ્રી વિ.કે.પરમારના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન થાય છે. સમગ્ર ગુજરાતમાં રન ફોર વોટના ભાગરૂપે પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સ્વીપ નોડલશ્રી અને રમત ગમત કચેરી તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિનો સંદેશ આપતી મહારેલી રન ફોર વોટનું પ્રસ્થાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ વડા, કોસ્ટ ગાર્ડના વડાએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું.
પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પેરેડાઇઝ ફુવારા, જુના ફુવારા, એમ.જી. રોડ, ખાદી ભંડારથી આર્ય સમાજ રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રોડ પરથી પુનઃ પરેડ ગ્રાઉન્ડ સુધી રેલીનું આયોજન થયું હતું. આ પ્રસંગે ચૂંટણી અધિકારી શ્રી કે.ડી. લાખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રન ફોર વોટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને મતદાન જાગૃતિ તેમજ મતદાનના મહત્વનો સંદેશ મતદારના ઘર ઘર સુધી પહોંચે તે પ્રકારનું આયોજન થયું છે. આ રેલીમાં યુવકોથી લઈને ૯૪ વર્ષના વયો વૃદ્ધ રમેશભાઈ ઝાલા સહિત જોડાયા હતા.કલેક્ટરશ્રીએ તેમની જોડે વાર્તાલાપ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રન ફોર વોટના આ કાર્યક્રમમાં નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ જવાનો, પોરબંદર જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન આઈકોન ભીમાભાઈ ખૂંટી, શાળા અને કોલેજના ભાવી મતદાર એવા યુવાનો, પોરબંદરની સેવાભાવી એનજીઓ પૈકી લાયન્સ ક્લબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી મતદાર જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આસિસ્ટન્ટ સ્વીપ નોડલ સંદીપભાઈ સોની, રમત ગમત અધિકારી મનીષભાઈ ઝીલડીયા, વેજાભાઇ કોડીયાતર, ડો જીજ્ઞેશ પ્રશ્નાણી, ગૌરાંગ પોપટ, દિવ્યેશ ચંદ્રવાડીયા સહિત ટીપ અને સ્વીપ ટીમના સદસ્યો અને સમગ્ર વહીવટી તંત્રએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
